SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગરરત્નાકરઈદની સમીક્ષા / ૧૪૫ કર નાખી ધન ભેગું કરે છે. એમાં એ કાંઈ જ વિવેક રાખતો નથી. જ્યારે પ્રધાનનો દુશમન રાજાના કાન ભંભેરે ત્યારે એ પ્રધાનને પણ મારતાં અચકાતો નથી. રાજા સમુદ્ર જેવો છે, જે કદી ભરેલો થતો નથી ને એને કોઈ ભરી શકતું પણ નથી. ખ) વૈરાગ્યબોધ સ્ત્રીઆસક્તિ વિશે આંતરવિમર્શ કરતાં સ્થૂલિભદ્ર વિચારે છે કે આ સંસારનું મૂળ સ્ત્રી છે. તે મનના સ્થાનકમાં વસે છે. જ્યાં સ્ત્રી છે ત્યાં સ્વપ્નમાં પણ મેળ નથી. સ્ત્રી કુટુંબકલહ કરાવે છે. છતાંયે વિષયરસથી બંધાયેલા પુરુષો સ્ત્રીની આસક્તિ રાખે છે. નારી પ્રત્યેનો મોહ એ જીવનની મોટી વિટંબણા છે. ગભવિકાસની પ્રક્રિયા અને ગર્ભસ્થ જીવની વેદના વિશે અહીં વાત કરતાં કવિ કહે છે : સ્ત્રી અને પુરુષના એકાંતમિલનથી સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. એ પછી કવિ ગર્ભવિકાસની પ્રક્રિયાને નિરૂપે છે. અલબત્ત આ આખું વર્ણન, સ્થૂલિભદ્ર કોશાને વૈરાગ્ય પ્રતિ દોરી જવાના પ્રયોજનથી પ્રતિબોધ પમાડવા કરતા હોય એ રીતે થયું છે. ઋતુધર્મમમાં આવેલી સ્ત્રીએ પુરુષ સાથે એકાંતમિલનને લઈને ગર્ભ ધારણ કર્યા પછી, આ ગર્ભ સાતમે દિવસે કલલ રૂપે ગર્ભની પ્રાથમિક અવસ્થા) હોય છે. બીજા સાત દિવસે એ બુબુદ બને છે. ત્રીસ દિવસે માંસપિંડ રૂપે ગર્ભ સુબદ્ધ થાય છે. બીજે માસે પેશીનો આકાર ધરે છે. ત્રીજે માસે માતા દોહદ ધરે છે. ચોથે માસે માતાના ઉદરનો વિકાસ થાય છે. પાંચમે માસે શક્તિશાળી પાંચેય અંકુરો રચાય છે. છઠ્ઠ માસે પિત્ત અને લોહી વહેતું થાય છે. સાતમે માસે નસ, નાડી, પેશી, શિરા અને રોમ થાય છે. આઠમે માસે અંગ પરિપૂર્ણ થાય છે. અને પૂરા દિવસે પ્રસૂતિની વેદના ઊપડે છે. ગર્ભ જો વચ્ચે હોય તો નપુંસક, જમણી બાજુએ હોય તો નર અને ડાબી બાજુએ હોય તો નારી જન્મે છે. આ ગર્ભની વેદના અત્યંત કષ્ટદાયી છે. સાડા ત્રણ કરોડ પુરષોએ મળીને કોઈ જીવને ઘેરી લીધો હોય અને ધમણ ધમાવીને તપાવેલી તીક્ષ્ણ સોય એને ભોંકતા હોય એ સમયે પેલા જીવને જે વેદના થાય તેનાથી કે આઠ ગણી વેદના આ ગર્ભકાળની છે, જે નરકની વેદના સમી છે. નરકની વેદના અસહ્ય છે. જીવ ત્યાં પાશમાં પડેલો અને એકલો છે. એને ખૂણામાં ઘાલવામાં આવ્યો છે. બંધન ગમતું નથી, પણ અહીંથી નાસી પણ શકાતું નથી. નરકવાસીઓને શિક્ષા કરનારા પરમાધામીઓ તેના પર જુલ્મ ગુજારે છે. તપાવેલા ટીન અને તાંબાનું પાણી પોતાને ન પાવા તે વિનંતી કરે છે. એ જીવ ત્યાં ભૂખ્યોતરસ્યો છે. જેમ સમુદ્રનાં પાણીથી તરસ છીપે નહીં, એમ સઘળાં અન્નાદિક એની આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy