________________
મૂકવા છતાં એની ભૂખ ભાંગતી નથી. એને ઝટિયે પકડીને માર મારવામાં આવે છે, ફાંસો કરીને એને પકડી રાખવામાં આવે છે, તલવારનું પાનું ઝીંકી શરીરના ટુકડા કરવામાં આવે છે, કરવતથી એને વહેરવામાં આવે છે. આથી સંતાપ પામેલો જીવ વૈતરણીમાં પડે છે પણ ત્યાંયે એના દુ:ખનો કોઈ છેડો નથી. આ પરમાધામીઓ નરકવાસી જીવોને ગોફણમાંના ગોળાની જેમ ઉછાળે છે, તીર અને ત્રિશૂલથી વીંધ છે, પારાની જેમ મસળે છે ને સૂક્ષ્મ દળી નાખે છે. આગની જ્વાળાની ધગધગતી પૂતળી એને આલિંગન આપે છે. પરસ્ત્રી સાથે પ્રેમ કર્યાનાં ફળ એને અહીં આમ વેઠવાં પડે છે. દુર્ગધવાળા લોહી અને પરુના આહાર આ જીવોને લેવા પડે છે. અત્યંત શીતળ હિમાલય અને અત્યંત ઊની જ્વાળાઓની વેદનાનું આ ક્ષેત્ર છે.
જન્મધારણનો કોઈ પણ જીવે કશો ગર્વ કરવા જેવો નથી. જીવની ઉત્પત્તિની. સાથે દુઃખો વળગેલાં જ છે. તેથી જ ઉત્પન્ન થતા જીવની વેદનાને અહીં મોરના દુ:ખ સાથે સરખાવાઈ છે. જેમ મોર સુંદર નર્તનકલા કરવા છતાં પોતાના પગ સામે જોઈને રડે છે એમ કોઈ પણ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવને કષ્ટ, દુ:ખ, ક્ષતિ, અપૂર્ણતા વળગેલાં જ છે.
કામાસક્તિ એ આ ગર્ભની વેદનાઓના અને નરકની યાતનાઓના મૂળમાં છે. કામવિષય એ એવો વેરી છે જે માતા-પિતા અને ભાઈઓ પ્રત્યેના સ્નેહને પણ તોડી નાખે છે. મદન સગાંસ્નેહીઓનો વિશ્વાસઘાત કરાવે છે. મદન દ્રોહી અને સર્વવ્યાપી છે. ચકમક પડતાં જેમ અગ્નિ સળગી ઊઠે છે તેમ નરની નજરે નારી અને નારીની નજરે નર પડતાં જ બન્ને કામતપ્ત થઈ ઊઠે છે. જોકે આવા યૌવનને પણ છેવટે વૃદ્ધત્વ ગળી જતું હોય છે. પણ યુવાનીમાં તો કામ એવા અગ્નિનું કામ કરે છે જે માણસના વિવેકવિનયને, વિચારશક્તિને બાળી મૂકે છે. વિષયવાસનાનું કળણ એવું અતાગ છે કે એમાં ખૂંપેલો જગતના ફંદામાં પૂરો ફસાય છે. વિષયવાસના એવું મધુબિંદુ છે જે સેવતાં મીઠું તો લાગે છે; પણ સરસવ જેટલો આનંદ આપીને પછી પર્વત જેવડું દુ:ખ પણ આપે છે. માટે જ આવા કામવિષયને ત્યજવો જોઈએ.
જિનધર્મ એ ઉપાય સ્થૂલિભદ્ર કોશાને આ યાતનાઓમાંથી ઊગરવા માટે સૂચવે છે. જિનધર્મનું પાલન સાચું ચારિત્રરત્ન દેખાડી શકે એમ છે.
આમ, આ કૃતિમાં બોધ-ઉપદેશનું તત્ત્વ છે પણ એનું આલેખન કરવામાં પણ કવિએ અલંકારો – દષ્ટાંતોને ઉપયોગમાં લીધાં છે, ક્યાંક ચિત્રાત્મક વર્ણનો દ્વારા એની રજૂઆત થઈ છે, અને આવા બોધાત્મક કાવ્યખંડોમાં પણ કવિએ અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, ઝડઝમક, છંદોલયછટા વગેરે જેવી બહિરંગની માવજત તો લીધી જ છે. ૧૪૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org