________________
વેશ્યાચરિત્ર આ કવિએ સ્થૂલિભદ્રમુખે કોશા આગળ કહેવડાવ્યું છે. કવિ વેશ્યાને આઠ ત્યાજ્ય વસ્તુઓમાંની એક તરીકે વર્ણવે છે, સાપ, વિષ, સૂવર, અટવી, વીંછણ, અગ્નિ, વાઘણ અને વેશ્યા એ આઠ ત્યજવા યોગ્ય છે. જ્યારે સુવર્ણ, કેળ, કુલવતી સ્ત્રી, કમલ, કૈલાસ, કવીશ્વર, કપડાં, ગઢ અને કપાસ એ નવ ગ્રહણ કરવા યોગ્ય છે. વેશ્યા વીંછણ અને રીંછણ જેવી છે. વાઘણની જેમ તે વળગે છે. મન વિના જ પુરુષ સાથે હાસ્યવિનોદ કરે છે, પ્રેમનું કેવળ છળ કરે છે. વેશ્યા નિર્લજ્જ ને લંપટ છે. મદથી માતેલી અને છકેલી હોય છે. તે મદિરાપાન પણ કરે છે અને ઘેનમાં – નશામાં ચકચૂર થઈને ઘૂમે છે. એ મુખથી બોલે કાંઈ અને મનમાં વિચારે જુદું. એટલે તો વેશ્યાને અહીં ચણોઠી જેવી કહી છે. એનો બહારનો અને અંદરનો રંગ અલગઅલગ હોય છે. કુલવધુ જે પ્રેમ આપે એમાંનો રતિભાર પણ તે આપતી નથી. એથી જ વેશ્યા સાથે તો ઘડીબેઘડીની ગોષ્ઠી જ સારી. ફળ તરફ તાકીતાકીને ફાળ ભરતા વાંદરાની જેમ તેનું એક જ લક્ષ્ય હોય છે ધન. ધન જોઈને તે ગમે તેને વ્યાધિની જેમ વળગે છે. તે રક્તપિત્તિયા રોગીને, ફકીરને કે ભોગપુરંદરને એકસરખા ગણે છે. એને મન કાંકર અને સાકર વચ્ચે કોઈ ભેદ જ નથી. રાત્રિ જેમ સમય પ્રમાણે સૂરજ અને ચંદ્ર બન્નેની સાથે ગોઠડી માંડે છે તેમ વેશ્યા કદી એકપુરુષનિષ્ઠ હોતી નથી
ધૂલિભદ્ર વર્ણવેલા વેશ્યાચરિત્રના પ્રત્યુત્તરમાં કોશા કુલીન ગણાતી ગૃહિણીના દરાચારી વર્ણવે છે. કપટ કેવળ વેશ્યા જ કરે છે એમ નહીં, પરિણીતા સ્ત્રી પણ કપટ કરે છે. પતિ પરદેશ હોય ત્યારે તે નિર્ગુણી બનીને પતિવ્રતા ધર્મનું ખંડન કરે છે. પુત્રને હણવા સુધીનું દુષ્કૃત્ય એ કરી શકે છે. પરિણીતાનો પ્રેમ દોરા સાથે બાંધેલા જેવો છે. તે હંમેશાં માગતી જ રહેતી હોય છે. તે સારા શણગાર, સારું ભોજન, મોંઘાં વસ્ત્રોનો અભિલાષ રાખે છે. અને એ ન મળતાં કંકાસ શરૂ થાય છે. જો પતિ પત્નીને માગ્યું લાવીને ન આપે તો જાણે સનેપાત થયો હોય તેમ બડબડાટ કરે છે, ઘરમાંથી પતિને બહાર જવાનું કહે છે અને રોષે ભરાયેલો પતિ પછી દોડીને પત્નીને ઘા કરે છે. એટલે સ્ત્રી પતિને વગોવતી ઘરની બહાર પાગલ જેવી ચાલી નીકળે છે તે લોકોને આ બધો તમાશો બની જાય છે.
રાજા અને રાજ્યસત્તા વિશેના વિચારો અહીં સ્થૂલિભદ્રના આંતરવિમર્શ રૂપે રજૂ થયા છે. સ્થૂલિભદ્ર રાજાને સાપનો કરંડિયો કહે છે. જો તે દુભાય તો દેશ આપતાં અચકાય નહીં. રાજાને સાચવવો – જીરવવો મુશ્કેલ છે. રાજા ખેતરના વાવેતરનો અંદાજ કઢાવે છે, નોકરોને મોકલીને ખાનગી દસ્તાવેજો મગાવે છે ને જો માગેલું કોઈ ન આપે તો તેવાઓને સૈન્યનો ઘેરો નાખીને પકડે છે. રાજા નવાનવા ૧૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org