SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૪૩ જેવાનાં સ્થાનકો આ બધી નગ૨અંતર્ગત વીગતોનો કવિ ઉલ્લેખ કરે છે. એમાં મકાનો ઉપરની દંડધજા, સુવર્ણકળશ અને ઘરેઘર લટકાવાતી નંદનમાળા સુધી કવિનું નિરીક્ષણ પહોંચ્યું છે. નગરનાં રાજા-પ્રજાનો પણ કવિ પરિચય આપે છે. પાલખીમાં બેસતા રાજવીઓ, શૂરવીરો, સદ્ગુણી સજ્જનો, છોગાળા પુરુષો, મતવાલા ને મસ્તીખોરો, શ્રીમંતો અને અંત્યજો, મકાનોની તપાસ રાખતા કોટવાળો, નવરંગ ઓઢણી ઓઢતી અને ચંપકમાળા ધારણ કરતી સ્ત્રીઓ આ સૌને કવિ નગરપરિચયને મિષે આવરી લે છે. જન્મમહોત્સવ વેળાએ ગામમાં જયનાદ થાય, મંગળ-ધોળ ગવાય, ઢોલ-નોબત આદિ વાજિંત્રો વાગે, માતાપિતા આશિષ આપે, ચામુંડાને ચંદરવો ચઢાવાય, ગુરુગોત્રજ-ગૌરીને રીઝવવામાં આવે, યાચકવર્ગને દાન અપાય, સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી મળી હાસ્યવિનોદ કરે, અખ્યાણાં ભરી લાવીને વધાવે, રાસે રમે, સહકુટુંબ ઘેરઘેર ભોજનનું નોતરું અપાય, નામકરણવિધિ ટાણે પાન, સોપારી, શ્રીફળ આપીને તિલક કરવામાં આવે આ બધાની રસપ્રદ વીગતો અહીં સાંપડે છે. નાના બાળકને જરી અને રેશમના વસ્ત્રની ફિરંગી ટોપી અને હીરાગલ ઝભલું પહેરાવાય. પગમાં નાની મોજડી હોય. અને આભૂષણમાં હાથસાંકળાં, વીંટી ને કડલી પહેરાવાય એમ બાળવસ્ત્રાલંકારની વીગતો પણ અહીં અપાઈ છે. = યૌવનસંક્રમણની અવસ્થા વિશે પણ કવિનાં નિરીક્ષણો નોંધપાત્ર છે. બાળક જ્યારે યુવાન બને છે ત્યારે એનામાં એવા કશાક સત્ત્વનો સંચાર થાય છે જે એને ચતુર બનાવે છે. મોહનો દોર વધે છે. યુવતીને જોઈને પછી આ યુવાન ફળની આકાંક્ષા ધરાવતા પોપટપંખી જેવો બની જાય છે. કામકલાને લઈને પરાયી સ્ત્રી ગમવા માંડે છે. ચતુરાઈ અને રસિકતાનો તે અભિલાષી બને છે. વસ્ત્રાલંકારો અને કેસરછાંટણ, સુરમાના અંજન વગેરેથી એ દેહની શોભા વધારે છે. રાજ્યવારીમા હાથી, ઘોડા, ઘોડેસવારો, પાયદળના સૈનિકો, તે વખતે વાગતાં પડો (ઢોલ), નિશાન, ભેરી આદિ વાજિંત્રો વગેરેની વીગતો અહીં અપાઈ છે. વનપ્રદેશનું વર્ણન કરતાં અઢારે પ્રકારની વનસ્પતિ, વિવિધ પ્રકારનાં વૃક્ષો, તે પરનાં ફળો, જાતજાતનાં પશુપંખીઓના કવિ અહીં ઉલ્લે કરે છે. ભગવાન રીઝે તેને આ બધું મળે છત્ર, છાત્ર, છત (સમૃદ્ધિ), છેકડાં, છાંય અને છબીલી નાર. — Jain Education International વિદ્વાન – કલાનિપુણ તે હોય જે પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત, ગીત, લવિદ્યા (જ્યોતિષ), વ્યાકરણ, પારસી (સાંકેતિક ભાષા), કોકશાસ્ત્ર, ચોર્યાસી ભોગાસન, શુકબહોંતેરી' જેવી કથાઓ આદિનો જાણકાર હોય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy