SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ થયો છે. અને આ કૃતિમાં પણ સ્થૂલિભદ્રની પ્રશસ્તિમાં કવિએ આ વાતને જ મુખ્ય ગણી છે : નારિ–નદીજલિ કિદ્ધ સત્વર, પણિ ઋષિરાજ ન ભેદ્ય પત્થર. એથી જ તો નેમિચરિત્ર સાથે તુલના કરીને કવિએ સ્થૂલિભદ્ર ચરિત્રને મોટું – ચડિયાતું કહી એને બિરદાવ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ સ્થૂલિભદ્રનું કથાનક સ્ત્રી-પરીષહના દાન્ત રૂપે જ અપાયું છે. અને આ કૃતિમાં પણ, સ્થૂલિભદ્ર પહેલો ચાતુમસ કોશાને ત્યાં ગાળવાનો નિશ્ચય કર્યો ત્યારે પણ એ પાછળનું એમનું સૂક્ષ્મ પ્રયોજન પણ આ જ હતું કે “નારીકટિક સબલ દલ જીપું, છાય રસ વિગય ગ્રહું નવિ છીપું, ધરમવંત જેહથી જઉ નાસઈ, પાસઈ રહી ન પડું તે પાસઈ. (નારીરૂપી સબળ સેનાસમૂહને જીતું. છયે રસના વિકારજન્ય આહારને ગ્રહું નહીં કે સ્પર્શે નહીં. ધર્મવંત પણ જેનાથી નાસે તેની પાસે રહીને તેના પાશમાં પડું નહીં) જે રથવાહના કથાનકનો અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ થયો છે તેના મૂળ કથાનકમાં પણ રથકાર જ્યારે કોશાના કલાકૌશલની પ્રશંસા કરે છે ત્યારે એને પ્રતિબોધતાં કોશા કહે છે કે “કઠિન તેં કર્યું એ પણ નથી, ને મેં કર્યું એ પણ નથી. કઠિન - દુષ્કર તો જે સ્થૂલિભદ્ર કરી બતાવ્યું એ છે.” સિંહગુફાવાસી મુનિનું જે કથાનક અહીં છે એનું તાત્પર્ય કૃતિના પ્રયોજનને પૂરક બને છે. આ કામવિજય કેટલો દોહ્યલો છે. કેવળ કોઈની ઈષ્યવૃત્તિમાં કે સ્પર્ધામાં ઊતરીને એ સિદ્ધ થતો નથી. એમ કરવા જતાં તો સાધુ જેવા સાધુ પણ નિષ્ફળ ગયા. ધર્મબોધના પ્રયોજનવાળી આ કૃતિમાં ધર્મબોધ-વૈરાગ્યબોધની સાથે સમાજ, રાજા, રાજ્યતંત્ર, ગૃહસ્થી જીવન, પરિણીતાના આચારો, વેશ્યાચરિત્ર, વિષયાસક્તિ, ગર્ભસ્થ જીવનની વેદનાઓ, નરકની યાતનાઓ એમ બહુવિધ વિષયો પરત્વેનાં કવિનાં નિરીક્ષણો અને અનુભવજ્ઞાન અહીં રજૂઆત પામ્યાં છે જેમાં આ કવિનું પાંડિત્યા અને બહુશ્રુતત્વ પણ જોઈ શકાય છે. (ક) વ્યવહારજ્ઞાનની જાણકારી પાડલપુર નગરનું વર્ણન કરવાને નિમિત્તે નગરરચનાના કેટલાક ઉલ્લેખો કરવામાં આવ્યા છે. નગરનાં ગઢ, કોટ, ગઢ ફરતી જલખાઈ, ચારે દિશામાં નગરનાં વિશાળ પ્રવેશદ્વારો, ચોયશિી ચૌટાં, ઠેકઠેકાણે આવેલાં શૈવ-જૈન મંદિરો, પોષધશાળાઓ, પરબો, ધર્મશાળાઓ, વાડી, ઉદ્યાન, વાવ, સરોવર, કૂવા, નગર બહાર ગોરલ વીર ૧૪૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy