________________
• રહ્યા એ માટે તેમના પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું.
મારા સંશોધન-સંપાદનના કામમાં પુસ્તકો, લેખો કે અન્ય જરૂરી સંદર્ભ સામગ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં પ્રા. અંજની મહેતા, ડૉ. કીર્તિદા જોશી, ડૉ નિરંજના વોરા, ડૉ. વસંત દવે જેવા અધ્યાપકમિત્રોની સહાય મળતી રહી છે તે સૌનો પણ આભાર માનું છું.
જરૂરી સંદર્ભપુસ્તકો માટે લા.દ.ભા.સં. વિદ્યામંદિર, ભો.જે. વિદ્યાભવન જેવી સંસ્થાઓનાં ગ્રંથાલયોનો તેમ જ આ.શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનભંડારનો વારંવાર ઉપયોગ કરવાનું બન્યું છે તે સઘળી સંસ્થાઓનો હું ઋણી છું.
સુંદર અને સુઘડ લેસર ટાઇપસેટિંગ માટે શારદા મુદ્રણાલયનો તથા કોમ્યુટર પર આવરણચિત્ર તૈયાર કરી આપવા માટે શ્રી રોહિત કોઠારીનો તથા સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી ઓફસેટના શ્રી ભીખાભાઈ પટેલનો હું આભારી છું.
આશા રાખું છું કે અદ્યાપિપર્યત અપ્રગટ રહેલી, લગભગ પાંચસો વર્ષ પૂર્વેની આ પદ્યરચના ગુણરત્નાકરછંદ એના કાવ્યસૌંદર્યો કરીને મધ્યકાલીન ગુજરાતી પદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરણ બની રહેશે; અને તો આ કૃતિના પ્રકાશન પાછળ લીધેલો શ્રમ લેખે લાગ્યાનો સંતોષ અનુભવાશે. તા. ૫-૫-૧૯૯૮
કાન્તિભાઈ બી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org