SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશ્રમને સાર્થક બનાવીએ વિક્રમના સોળમા સૈકાના ત્રીજા ચરણમાં કવિ સહજસુંદર દ્વારા રચાયેલી ગુણરત્નાકરછેદ' રચના એક નોંધપાત્ર ને અદ્ભુત રચના છે. ભલે તેને “છંદ' એવા એક સાહિત્યપ્રકારની સંજ્ઞાના શબ્દના ચોકઠામાં મૂકવામાં આવે છે પણ આ કૃતિ છંદના પ્રચલિત સાહિત્યપ્રકારમાં ગણાય તેવી નથી. અનેકવિધ છંદોથી ઊભરાતી અને સ્થૂલભદ્રકોશા જેવા અલંકારમંડિત વિષયવસ્તુને સુપેરે ન્યાય આપતી આ રચના તો મધ્યકાલીન સાહિત્યમાં પોતાનું નિશ્ચિત સ્થાન અંકિત કરે છે. આ રચના વિદ્વાનથી માંડી વિદ્યાર્થીને આકર્ષિત કરે છે. આમાં ચાર અધિકાર છે અને ચારસો ઓગણીસ કડી છે એ તો તેનું પૂલ અને બાહ્ય માપ છે; પણ એટલા શબ્દવિસ્તારમાં જે અલંકારમંડિત કાવ્યનો દરિયો લહેરાય છે તેમાં અવગાહન કરનારને મબલક મોતીની છાબ હાથમાં આવે છે. કથન - કથાવસ્તુ તો સીમિત છે, પણ તેને વર્ણન દ્વારા એવી રીતે કવિ બહેલાવે છે કે વાચકને આલાદ ઊપજ્યા વિના ન રહે. તેની વર્ણનશૈલીમાં ચમત્કૃતિ અને નાવીન્ય બને છે. ઉદાહરણ તરીકે બીજા અધિકારમાં ૫૬-૫૭મી કડીમાં તેમણે કમાલ કરી છે. પૂછઈ સહીઅરસાથિ ઈંદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, નલકુબ્બર કઇ ધનદ કઈ સુરતિવલભ ના ના, ભરફેસર હરિચંદ દેવ નારાયણ કિ ના ના, પેખીઉ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ. સગડાલપુત્ર મ મ ઝંખ તું, સખી એમ ના ના કહઈ. (૨.૫૬) સખી સુષ્ય જે શ્રવણિ સગુણ નર સોઈ કિ હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ કિ હા હા, વિક્સાહલ વ્યાકર્ણ લહઈ પારસી કિ હા હા, ચહેરાસી આસન્ન કોકરસ લહઈ કિ હા હા, સુકબધુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ હા હા, કવિ કહઈ સહજસુંદર સદા કરઈ ગોઠિ મીઠી ઘણી પ્રસ્તાવ ભાવ વેલા લહઈ બોલિ બોલિ હા હા ભણી. (૨.૫૭) આવી રીતનું એક પદ્ય કવિ ધનપાલનું રાજા ભોજના સંદર્ભમાં આવે છે તે પ્રસિદ્ધ છે. તે પદ્ય આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy