________________
१३
किं नन्दिः किं मुरारि: किमु रतिरमण: किं बल: किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमुत सुरपतिः किं विघु: किं विधाता । ... नायं नायं न चायं व खलु नहि नवा नापि वासौ बवैषः
क्रीडां कर्तुं प्रवृत्तः खयमिह हि हले । भूपतिर्मोजदेवः ॥ કવિ સહજસુંદરે પણ કડીની પંક્તિઓને અંતે “ના ના મૂકીને સરસ ચમત્કાર સર્યો છે, તો પછીની (૫૭મી) કડીમાં “હા હા મૂકી મઝાનું લયસૌંદર્ય સર્યું છે.
એક સાધુપુરુષને જ લભ્ય વિદ્યાના અસીમ સીમાડા સુધી વિસ્તરેલી પ્રજ્ઞા, ચારણી સાહિત્યમાં બહુલતાએ વપરાતા છંદોનું જ્ઞાન, એ છંદોને સમ્યક રીતે પ્રયોજવાની કળા, સંગીતના ઊંડા જ્ઞાનની સાક્ષી આપતી સુરમ્ય લયબદ્ધ પદાવલિ – આવું તો કેટલુંય દર્શન આમાં પદેપદે થાય છે. યથાસ્થાને પ્રયુક્ત સુભાષિતો અને કહેવતો કવિના બહોળા અનુભવને જણાવે છે, તો વિષયને અનુરૂપ સિદ્ધાંત-શાસ્ત્ર-આગમકથિત ભાવોનું નિરૂપણ તેમના શાસ્ત્રોના વ્યાપક અવગાહન અને બોધને જણાવે છે.
ચોથા અધિકારમાં ૨૪-૨૫-૨૬ એ ત્રણ કડી સાથે જ વાંચવાની છે. તેમાં તેમણે ચરિત્રગ્રંથોમાં આવતી વાત સરસ શબ્દોમાં ગૂંથી દીધી છે.
ઉદર તણાં દુખ દોહિલો કથા કહું સુણિ કોરિ, ઔઠ કોડિ પુરુષે મિલી ગ્ર00 ગુણી નર સોસિ. (૪.૨) વચિ ઘાલી પાખલિ રહી ભમુહ ચડાવી ભાલિ, ધમણિ ધમી તીખી સુઈ તસુ ચોભઈ સમકાલિ. (૪.૨૫) જે વેદન હુઈ તેહનઈ આઠ ગુણી તે પાંહિં,
નરગ સમી છઈ વેદના જિન જાણઈ જગમાંહિ. (૪.૨૬) ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં આ વાત આ શ્લોકમાં આવે છે :
सूचीभिरग्निवर्णाभिर्भिवस्य प्रतिरोम यत् ।। दुःखं नरस्याष्टगुणं तद् भवेत् गर्भवासिनः ॥ २३४ योनियन्त्रात् विनिष्क्रामन यद दुःखं लमते भवी । गर्भवासमवाद् दुःरवात् तदनन्तगुणं खलु ॥ २३५
(ત્રિષ્ટિ, :પર્વ, વતુર્થ સf, પyભરવામિારિત્રમ) આવી રીતે વિરવુત્તિ છાયા – એ ન્યાયે કવિએ પુષ્કળ અન્ય ગ્રન્થકથિત ભાવો અહીં સરળ ગેય ગુજરાતીમાં ગૂંથ્યા છે.
આવા અદ્ભુત ગ્રંથનો અભ્યાસ પ્રા. શ્રી કાન્તિભાઈ બી. શાહે ઘણી જહેમત લઈને કર્યો છે. મહાનિબંધની દષ્ટિએ તેમને એક એક પડમાંથી પસાર થવાનું બન્યું છે. વરસો સુધી એક જ કૃતિનું સઘન અધ્યયન તેમણે કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org