________________
રૂપી નારી અને નરેન્દ્ર પ્રભુજીની ભક્તિ (હાથ જોડીને કરે છે. પણ અહીં નરેન્દ્ર = પ્રભુ, તીર્થંકર એવો અર્થ કરવો મુશ્કેલ લાગે છે. સ્થૂલિભદ્રને જ નરેન્દ્ર (રાજા) કહ્યા છે. ર૬મી કડીથી સ્થૂલિભદ્રને રાજાનું રૂપક અપાયું છે અને એ રૂપકમાં વર્ણન ચાલે છે. એટલે અનુવાદમાં દર્શાવ્યા પ્રમાણેનો વાક્યોથે ઉચિત લાગે છે. પાઠાંતર : ૧. ન ધરઈ; ૩, ૪ છત્ત/છત્ર; રવ. ઇ વિત્ત (‘પવિત્તને બદલે) ન પવર. ૨ ૨૨, ૩, ૪ શબદ ૪ સદ્દ. પાક્ય : ઘણી પ્રતો પ્રતના જોડને સ્થાને જોડિ પાઠ આપે છે. એનો અર્થ વધારે બંધબેસતો થવાથી જોડિ પાઠ લીધો છે.
છDય
અનડ નડી કદL. સબલ સેવઈ ગુરાવાડી, સુખી કયેઉ ધનદેવ, મંત્ર ધન-ઠામ દિખાડી, પાપ તાણ વ્યાપાર, ક્રિયા વલિ બઈઠી જાણી, પ્રતિબોધી સુકkબ, કર્યા જિરિ સંયમ ઠાણી આવતી બહિનિ દેખી કરી, સીહ રૂપ દખ્યઉ વલી
કવિ કહઈ સહજસુંદર નમઉં, ધૂલિભદ્દ શ્રુતકેવલી. ૩૧ ગદ્યાનુવાદ : ઉદંડ કામદેવને કષ્ટ આપીને જે સબળ ગુણવાડીને સેવે છે, જેણે મંત્ર (પ્રભાવે) ધનનું સ્થાન દેખાડીને ધનદેવને સુખી કર્યો, પાપનો વ્યાપાર અને વળી ધર્મક્રિયાનું અપ્રવર્તન જાણી જેણે આખા કુટુંબને બોધ પમાડીને સંયમસ્થાને સ્થાપ્યા, બહેનોને આવતી જોઈને વળી જેણે સિંહરૂપ દર્શાવ્યું, સહજસુંદર કવિ કહે છે, તે
સ્થૂલિભદ્ર શ્રુતકેવલીને હું નમસ્કાર કરું છું. વિવરણ: બીજી પંક્તિમાં ધનદેવને સુખી કર્યાનો સંદર્ભ ઉત્તરાધ્યયન સૂત્ર'ની ભાવવિજયકૃત વૃત્તિમાં મળે છે. ‘ઉત્તરાધ્યયન સુત્ર’નાં ૩૬ અધ્યયનોમાંના બીજા “જ્ઞાન/પ્રજ્ઞા પરીષહ અધ્યયનમાં જ્ઞાન-પરીષહના દાંત તરીકે આ કથા આવે છે. ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર આ શ્રાવતી નગરીમાં ગયા. ધનદેવ પોતાને મળવા ન આવ્યો એટલે સ્થૂલિભદ્ર સામેથી એને ઘેર ગયા ને ધનદેવ ક્યાં છે એ અંગે એની પત્નીને પૂછ્યું. પત્નીનો ઉત્તર સાંભળીને સ્થૂલિભદ્ર જાગ્યું કે મિત્ર અત્યારે રક અવસ્થામાં છે ને ધન કમાવા દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્ર જ્ઞાનપ્રભાવે સાંકેતિક રીતે ધનદેવની પત્નીને કહ્યું કે “આ આમ છે ને તે તેવો છે !” મતલબ કે “ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે.
ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો. પત્નીની બધી વાત સાંભળી થાંભલા ૧૯૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org