________________
પહેલો અધિકાર / ૧૮૯ ગદ્યાનુવાદ : બળદ જોતરેલા, શીલના અઢાર હજાર અંગવાળા ઉત્તમ રથ ધધડાટ કરે છે. ઉત્તમ બુદ્ધિ, શુદ્ધિ ને ચારિત્ર્યરૂપી મદ ગળતા હાથીઓ મલપતા ગડગડ ધ્વનિ કરે છે. ઉપશમ શ્રેણિરૂપી ઉત્તમ ઘોડા હણહણે છે, અને ધરાને ધમધમ ગજાવે છે. એમ સુખ્યાત ગણધર સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ : જૈન સાધુ શીલનાં અઢાર હજાર અંગોનું પાલન કરે છે. આવા શીલને રથનું રૂપક અપાયું છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચનત્વ અને બ્રહ્મચર્ય એમ શીલનાં મુખ્ય ૧૦ અંગ. એ દરેક અંગ સંદર્ભે દસ સમારંભનો ત્યાગ – એ રીતે શીલનાં ૧૦૦ અંગ. આ સમારંભત્યાગ પાંચ ઇન્દ્રિયો સંદર્ભે કરતાં ૫૦૦ અંગ. વળી આ સમારંભત્યાગ ચાર સંજ્ઞાથી રહિત, મન-વચન-કાયા એ ત્રણ કરણથી સહિત અને કરવા-કરાવવા-અનુમોદવા રૂપ ત્રણ યોગથી સહિત હોય. આ રીતે ૫૦૦ x ૪ x ૩ X ૩ = ૧૮૦૦૦ અંગો.
ક્રોધ, માન, માયા, લોભ એ કષાયોને શાન્ત કરવા અને દબાવવા તેને “ઉપશમ' કહે છે. પાઠાંતર : ૧. . સ હયવર; ગજ ૩, ૪ રથ (ધરને બદલે). ૨ = બુધિશુધિ; ૨૦ ગજ ગડઈ = ગજ્જ જગહિં (ધમલપતા ગજને બદલે). ૩ ટ ધરણિ; ગ ધમધમ; રવ ગજઈ ઇ, જગ્ગવઇ (ગજ્જવઇને બદલે). પાક્યર્ચા : “ધર”નો અર્થ ધર, ધૂસરી જ થાય. તે પરથી ધુરિ=ધુરીબળદ થાય. ગ, ૪ પ્રતો “ધુરિ આપે પણ છે. પણ અહીં બળદ એવો અર્થ અભિપ્રેત રાખી મુખ્ય પ્રત ૪ નો ધર' પાઠ યથાવત્ રાખ્યો છે.
સિરિ ધNG શ્રી જિન-આર-છત્તહ, પવિત્ત ચામર છજજએ. નીસાણ પંચ શબદ મદ્દલ, પંચ સંવર વજીએ. નીરાગ નારિ નરિંદ ભગતી. જોડિ જુગતી જાલવઈ,
ઈમ ડ્યૂલિભદ્દ સુજાણ મુનિવર૦ ૩૦ ગદ્યાનુવાદ : મસ્તકે શ્રી જિન-આજ્ઞાનું છત્ર ધર્યું છે. પવિત્ર ચામર શોભે છે. પાંચ સંવર રૂપી નોબત, માદલ જેવાં પાંચ મંગલસૂચક વાદ્યો ધ્વનિ કરે છે. અનાસક્તિ રૂપી નારી (ધૂલિભદ્ર) નૃપતિની ભક્તિ (હાથ) જોડીને બરાબર રીતે જાળવે છે. એમ સુખ્યાત મુનિવર યૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ : જૈન દર્શન અનુસાર જેનાથી નવાં કર્મો આવતાં રોકાય છે તેને ‘સંવર' કહેવામાં આવે છે. સંવરના પાંચ ભેદ તે ૧. પ્રવચનમાતા ૨. પરીષહ ૩. યતિધર્મ ૪. ભાવના અને ૫. ચારિત્ર. આ પાંચ સંવરના વળી પ૭ પેટાભેદો છે.
ત્રીજી પંક્તિમાં એવું પણ એક અર્થઘટન કરી શકાય કે (ધૂલિભદ્ર) અનાસક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org