SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ: અહીં પાંચ મૂલ વ્રતનો વેપાર થતો કલ્યો છે. સાધુ જીવનનાં પાંચ મૂલ વ્રત (જેને પંચ મહાવ્રત પણ કહે છે, તે આ : ૧. પ્રાણાતિપાત વિરમણ. એટલે જીવહિંસા ન કરવી. ૨. મૃષાવાદ વિરમણ. એટલે જૂઠું ન બોલવું. ૩. અદત્તાદાન વિરમણ. એટલે ચોરી ન કરવી. ૪. મૈથુન વિરમણ. એટલે શિયળપાલન. ૫. પરિગ્રહ વિરમણ. એટલે ધનધાન્યાદિ પરિગ્રહ ન રાખવો. જૈન દર્શન અનુસાર ભાવના બાર પ્રકારની છે : ૧. અનિત્ય ભાવના ૨. અશરણ ભાવના ૩. સંસાર ભાવના ૪. એકત્વ ભાવના પ. અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરા ભાવના ૧૦. લોકસ્વરૂપ ભાવના ૧૧. બોધિદુર્લભ ભાવના ૧૨. ધર્મ ભાવના. નવ તત્ત્વ માટે જુઓ કડી ર૬નું વિવરણ. પાઠાંતર : ર૩ છંદનું નામ નથી , ૪ ચાલિ 9 પાહડ ૪, ૮, ૪ છંદ. ૧ રવ, ગ, ઘ, 1, તત્ત્વ; ટ જાઈ. ૨ જ વોહરત કરે. ૩ દેહ (દેશ'ને બદલે); ગ, ૩, ૪ કઠુવઈ/કહએકિદ્દઈએ (“ત્રાસવઈ’ને બદલે). ૪ ૫ શ્રી (ઈમને સ્થાને; ર૦ સુણ (સુજાણને સ્થાને); ૪ રાજપદમી. ગુણરોલ લોલ-કલોલ કરતિ, ચપલ ચિહુ દિસિ હિંસએ, ઝલહલઈ સિરિ સુહ-ઝાણ-સીકરિ શીલભૂષણ દીસએ. વિાણ-નાસતલાર ઘરિઘરિ, સદા ભવીઅણ ગવઈ, ઈમ યૂલિભદ્ર સુજાણ ગણધર૦ ૨૮ ગદ્યાનુવાદ: ગુણનો પ્રવાહ ને કીર્તિનાં ચંચળ મોજાંઓ ચપળ રીતે ચારે દિશામાં ઘૂઘવે છે. માથે શુભ-ધ્યાનનું ધજાળું છત્ર ઝળહળે છે. શીલ રૂપી અલંકાર દીસે છે. સબોધ-જ્ઞાન રૂપી કોટવાળ ઘેરઘેર સદા મોક્ષને યોગ્ય જનોને જગાવે છે. એમ સુખ્યાત ગણધર સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ: આ કડીમાંની ઝડઝમક અને શ્રુતિ-આવર્તનોમાંથી ઊભું થતું નાદસંગીત અવશ્ય ધ્યાન ખેંચશે. પાઠાંતર : ૧. ર૩, , ૩, ૪ કલ્લોલ ૪ કપોલ. ૨ હલ; ન સુઝાણ ઘ જાણ ૩ ૪ તલાવ; ગ સ૬; ર ભવિઅયણ. સીલાંગ સહસ અઢાર રહવર, જોતય ધર ધડહડઈ, વરબુદ્ધસૂદ્ધ ચરિત-મયગલ, મલપતા ગજ ગડઅડદ, હાહાઈ ઉપશમ-શ્રેરિહયવર, ધરા ધપમપ ગજવઈ, ઇમ યૂલિભદ્ર સુજાણ૦ ૨૯ ૧૮૮ી સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy