SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધિકાર / ૧૮૭ જણાય છે. સાત વ્યસનના માર્ગો આ : ૧. ધૂત, ૨. માંસ ૩, મદિરા, ૪. વેશ્યા ૫. શિકાર ૬. ચોરી ૭. પરદારાગમન. પાઠતર : ૧. ઇ ધરું (ખરુંને સ્થાને); ૨૩, , જાણહ ર૦ થી ૪ બાંઠ / બઈઠું | બેઠો / બૈઠો / બઈઠું; ર૩, ૩ આણહ. ૨. સાર્ચે 1 વાટે: ૨૨. ઇ. ૨. ઇ, ૩, ૩, ૪, તેહનુઃ ૩, ૩ કિમ (કુણ'ને બદલે). મહા મુનીશ્વર એ જગ મોટઉં, કેહી વાતિ પડવી નવિ ખોટઉં, તેહ તારા ગુણ શીલ વખાણઉં, પોતઈ પુણ્ય કરી ઈમ આણઉં. ૨૫ ગદ્યાનુવાદ : જગતમાં એ (સ્થૂલિભદ્ર) મોટા મુનીશ્વર છે જે કોઈ વાતમાં ખોટા પડ્યા નથી. એમનાં ગુણ અને શીલ વર્ણવું છું, અને આમ મારા ભંડારમાં પુણ્ય ભરું છું. પાઠાંતર : ૧. ઇ વાતન; ૩, ૪ પડઈ; s ન. ૨. રૂ ઘણું (‘કરી’ને બદલે); ટ જાણું (આણઉંને બદલે). શ્રી જિનશાસન કેર ભૂપતિ, માયા મોહ તણઉં દલ કપતિ. પુન્ય તણકે પોતઈ ધનવિરહ મોટઉં નગર વસઈ નવ તત્તહ. ૨૯ ગદ્યાનુવાદ : શ્રી જિનશાસનના એ રાજવી છે; (એમનાથી) માયા-મોહનું દળ કંપે છે. એમના ભંડારમાં પુણ્યરૂપી ધનસંપત્તિ છે. નવ તત્ત્વના મોટા નગરમાં એ વસે છે. વિવરણ : ૨૬થી ૩૦ કડીમાં સ્થૂલિભદ્ર જેવા વિરક્ત સાધુને રાજપદવી ભોગવતા રાજાનું રૂપક આપીને કવિ વર્ણવે છે. સ્થૂલિભદ્ર રૂપી રાજાને નવ તત્ત્વોના નગરમાં વસતા કહ્યા છે. જૈન દર્શન અનુસાર નવ તત્ત્વો આ પ્રમાણે છે : ૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય ૪. પાપ ૫. આશ્રવ ૬. સંવર ૭. નિર્જરા ૮. બંધ અને ૯, મોક્ષ. પાઠાંતર : ૧. ગ શ્રી; રવ તણોલ; ઘ કંપીત. ૨. નું પોતું; તુ ઘણ (ધનને બદલે); ૨૨. ઇ તત્વહ/તત્ત્વહ. છંદ સારસી નવ તત્ત નગર વસંત નિર્મલ, ન્યાય મારગ સંચરઈ, વ્રત મૂલ પંચ વખારિ મંડઈ, ભાવના વહિરાત કરાઈ, અગાણ ચોર વિરોધ કપટી, દેશ બાહિર ત્રાસવાં, ઈમ સ્થૂલિભદ્ર સુજાણ ગણધર, રાજપદવી ભોગવઈ. ૨૭ ગદ્યાનુવાદ : નવતત્ત્વરૂપી નગરમાં એ વસે છે, ન્યાયને માર્ગે સંચરે છે, પાંચ મૂલા વતની વખાર માંડે છે, બાર) ભાવનાને વહોરે – ખરીદે – પ્રાપ્ત કરે છે. અજ્ઞાની, ચોર, વિરોધી, કપટીને દેશ બહાર કાઢી પરેશાન કરે છે. એમ સુખ્યાત ગણધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy