________________
પાઠાંતર: ૧, ૨, ટ તો, ગ, ૪ માંહિ (મૂલિને બદલે) છ મૂઢ, ઝ, ટ ઈક (“વલિ'ને બદલે) ૫ ગુણ (જૈવલિને બદલે). ૨. ૪ સુવિખ્યાતા ૩, ૪ સવિખ્યાતા; ઇ આપુ. પાક્ય : બીજી પંક્તિમાં વરુ પ્રતનો ‘સુવિખ્યાતા પાઠ રદ કરી અન્ય પ્રતોનો ‘વિખ્યાતા” પાઠ લીધો છે. છંદની દષ્ટિએ “સુ' વધારાનો જણાય છે.
જડયલ તિથિ આધારિ કરું ગુણવિસ્થર, મીઠી વાત સુણઉ જિમ સક્કર,
નારિ-નદીજલિ કિલે સત્થર, પણિ ષિરાજ ન ભેદ્યઉં પત્થર. ૨૧ ગદ્યાનુવાદ : તેને આધારે ગુણવિસ્તાર કરું છું. સાકરના જેવી મીઠી વાત સાંભળો. નારી રૂપી નદીના જળમાં પથારી કરી હોવા છતાં પણ ઋષિરાજ (સ્થૂલિભદ્ર) રૂપી પથ્થર ભેદાયો નહીં. વિવરણ : કોશાના રંગમહેલમાં ચાતુમસ ગાળીને પણ સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા
એ સંદર્ભ અહીં છે. પાઠાંતર : ર૩, ગ, ઘ, ૨, ૪, ૫, , , ૩ છંદનું નામ નથી. ૧ વાણિ ('વાત'ને બદલે); ગ સુણી. ૨ ૩, ૮, ૩.જલ; સક્કર (“સત્થર’ને બદલે).
વાડી શીલ તણી જિરિ રોપી, કાચઉ મયણ દેશાંતરિ કોપી,
ધર્મ તણકે દર્પણ વલિ ઓપી. શ્રી જિન-આણ કદ્ય નવ લોપી. ૨૨ ગદ્યાનુવાદ : જેમણે શીલની વાડ (એટલેકે મર્યાદિ, નીતિનિયમો) બાંધી, કોપ કરીને મદનને દેશાંતરે કાઢ્યો. વળી ધર્મનું દર્પણ અપાવ્યું અને શ્રી જિનેશ્વરની આજ્ઞા કદીયે લોપી નહીં. પાઠાંતર : ૧. ગ સલ; રુ. ૪ ઉપી (રોપી'ને બદલે); કાઢિ ર૦ દિસજરી. ૨ ર૩ જણિ (‘વલિ'ને બદલે) ૫, ૬, ૭, ૩ જિણિ ૩, ૩ જેણઈ.
માયા મૂલ થકી જિલિ વારી, સૂધવટઈ થયઉ સંયમધારી,
સઘલા જીવ તણઉ હિતકારી, એ જામલિ કહુ કુણ ઉપગારી. ૨૩ ગદ્યાનુવાદ: જેમણે મૂળમાંથી જ માયાને હઠાવી, શુદ્ધપણે જે સંયમધારી થયા, સઘળા જીવોના જે હિતકારી બન્યા એમના સમાન અન્ય કોણ ઉપકારી હોય તે કહો. પાઠાંતર ઃ ૨. ર૩, ગ, ઘ, પ, ૬, ૮ એહ.
પાલી શીલ ખરું નવિ જાણ, વલિ બઈઠા મનિ મોટિમ આણઈ,
સાતઈ મારગિ જે નર ચલ્લઈ, તેહના ગુણવિત્થર કુણ બુલ્લઈ. ૨૪ ગદ્યાનુવાદ: જેઓ ખરું શીલ ચારિત્ર્ય) પાળી જાણતા નથી, વળી મનમાં મોટાઈ આણીને જેઓ બેઠા છે અને સાતેય (વ્યસનના માર્ગે જે ચાલે છે તેમના ગુણવિસ્તાર કોણ બોલે ? વિવરણ : “સાતઈ મારગિ' દ્વારા સાતેય કુમાર્ગ – વ્યસનના માર્ગો એમ અભિપ્રેત ૧૮ સહજસુંદકૃત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org