________________
એટલે પ્રથમ પંક્તિમાં પ્રકૃતિતત્ત્વો (વૃક્ષો – જળાશય આદિ)ની કવિએ જે યાદી આપી છે એના સંદર્ભમાં અભિપ્રેત એમ લાગે છે કે “આંખો ન દુખે માટે (ઉપર છે તેવી હજીયે લંબાવી શકાતી યાદીમાંથી લખેલાં નામ કાઢી નાખવામાં આવે છે. મતલબ કે, પ્રાકૃતિક સ્થાનોની યાદી તો ઘણી લાંબી થાય પણ તે વાંચતાં વાચકની આંખો જ દુખવા માંડે. પાઠાંતર ઃ ૨. તેહની (તે ભણી’ને બદલે); ટ તેહ ભણી; ગ, ૪, ૮ કડાહિ.
બાહિર દેવી દેહરાં, ખેતલ ગોરલ વીર,
પગ પૂજી પાછઉં વલ્યઉં, ગિરૂઉ સાહસ ધીર. ૪૮ ગદ્યાનુવાદ : બહાર દેવી, ક્ષેત્રપાલ (કે ખેતલ વીર) અને ગોરલ વીરનાં દહેરાં છે.
ત્યાં ગરવો, સાહસિક, ધીર પુરુષ પગ પૂજીને પગે લાગીને) પાછો વળ્યો. વિવરણ : ખેતલ વીર અને ગોરલ વીર એ કોઈ દંતકથાત્મક વરનાં નામ જણાય છે. “ગોરલનું ગોરડ’ એવું પણ એક પાઠાંતર અહીં છે. પાઠાંતર : ૧. ર૩, ૫, , ૩, ૪ દેહરઈ | દેહરિ ૪ દેવહરા; રવ ગોરડ. ૨. ૩ પય પ્રણમી.
પુરુષ પyતક આવતd, જાણી જંગમ દેવ,
કોશિ ચતુર ચિંતઈ હવઈ, એહની કરસ્યઉં સેવ. ૪૯ ગદ્યાનુવાદ: જંગમ (હરતાફરતા) દેવ જેવો પનોતો પુરુષ આવતો જાણી ચતુર કોશા હવે વિચાર કરે છે, “એની સેવા કરીશ.” વિવરણ: બીજી પંક્તિમાં ‘હવઈને પછીનાં પદ સાથે જોડતાં આમ પણ અન્વયાર્થ, થાય : .ચતુર કોશા વિચાર કરે છે, હવે એની સેવા કરીશ.'
સ્થૂલિભદ્રને આવતા જાણી કોશા વેશ્યાના તત્કાલ – પ્રાથમિક મનોભાવનું નિરૂપણ. (કડી ૪૯થી ૫૧) પાઠાંતર : ૧. ૪ જગમેં (જંગમ'ને સ્થાને). ૨. ર૩, ૪, ૫, ૬, ઈસિલું | ઈસું (“હવઈને બદલે); રવ કરસિં ગ કરૂં છું.
ગાઢા ધૂરત મઈ ઠગ્યા છોકર છલ્યા છNલ્લા
ધોરીડા ધરિ જોતરે, હવઈ એ કરું બયલ્લ. ૫૦ ગદ્યાનુવાદ : “મોટા ધૂને મેં ઠગ્યા છે, છેલ છોકરાઓને મેં છેતર્યા છે. (આ) ધોરીડાને ધુરાએ જોતરું. એને હવે બળદ કરું.' પાઠાંતર : ૧. ૪ કર્યા (“છલ્યાને બદલે); રુ છઇલ્લઈ. ૨. ર૦ ધરિ; ગ જોતર્યા; ગ, ૪ કરું આ એહનઈ કરું, રવ, ગ છઅલ્લ | છલ્લ (બલ્લીને બદલે).
સોનાન પરસઉ લહી, કોડિ કરીસ્ય કામ,
ધાત ખરી જ લાગણ્યાં, તી છોડવઉં કામ. ૨૧ ૨૨૦ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ
• Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org