________________
બીજો અધિકાર / ૨૨૧ ગદ્યાનુવાદ : સોનાનો પુરુષ હું પામી. એ કોટિ કામ કરશે. જો ખરો સંબંધ બંધાશે તો નાણું છોડાવીશ.” પાઠાંતર : ૧. ૪ સોનોને પૂરતો સહી. ૨. # છોડીસ્યઉં. પાઠચ : છેલ્લા ચરણમાં 5 પ્રતના છોડીસ્યઉં' પાઠને સ્થાને અન્ય પ્રતોનો ઉચ્ચારભેદે “છોડવસ્યઉ પાઠ મળે છે જે પદાન્વયમાં વ્યાકરણદષ્ટિએ યોગ્ય જણાતાં છોડવસ્યઉં પાઠ લીધો છે.
રથ ખેડી આવ્યઉ તિસ્પઈ, ઈમ કરતાં ગુણગોઠિ,
ઊઠી ઊલટિ આપાઈ, ઉતારઈ ધનપોઠિ. પર ગદ્યાનુવાદ : એમ ગુણગાન કરતામાં તે રથ ખેડીને આવ્યો, ત્યારે પોતાની ઊલટથી ઊઠીને તે ધનપોઠ (સમા સ્થૂલિભદ્ર)ને ઉતારે છે. વિવરણ : ૩ પ્રતમાં પોઠ'ને સ્થાને “મોટ' પાઠાંતર છે. મોટ = પોટલું. એ પાઠ પણ અહીં બંધબેસતો થાય.
પાછલી કડીમાં નાણાં - દ્રવ્ય છોડાવવાનું વિચારતી કોશાના સંદર્ભમાં સ્થૂલિભદ્ર માટે વપરાયેલો “ધનપીઠ' શબ્દ કેટલો ઉચિત ઠરે છે ! પાઠાંતર ઃ ૧. ૬ જિસિઈ (‘તિસ્યઈને બદલે). ૨. ૪ આપપણઇ; ૩ મોટિ (પોઠિને બદલે).
વેશ્યાનાં ટોલઈ મિલી, ભરી કરી મુખ પત્ર,
ટોડે કોસ લલીલલી, પેખઈ પુરુષરત. પ૩ ગદ્યાનુવાદ : વેશ્યાની ટોળી સાથે, મુખમાં પાન ભરીને, બારણે કોશા લળીલળીને પુરુષરત્નને નિહાળે છે. પાઠાંતર : ૧. રવ મેલી; = પત્ર (પત્ર'ને સ્થાને). ૨. ઇ, , ર તેડ” (“ટોડે ને સ્થાને); $ લલી લડે, ૪ ખેપઈ (૧૫ખઈને બદલે; રવ, ૨, ૪, ૮ રૂપરતન.
પહિલઉં ઠગવિદ્યા હુતી. દીઠાં થયઉ સભાવ,
સાંહામું લાગી રૃરિવા, જલ વિણ જિસ્યઉ તલાવ. ૫૪ ગદ્યાનુવાદ : પહેલાં ઠગવિદ્યાવાળી હતી. પણ (સ્થૂલિભદ્રને) દીઠે સ્વ-ભાવ પ્રગટ થયો. જળ વિના જેવું તળાવ તેમ તે ઊલટાનું ઝૂરવા લાગી. વિવરણ : પ્રથમ પંક્તિમાં “સભાવ' શબ્દના બન્ને અર્થ થાય. ૧. સારો ભાવ ૨. સ્વ-ભાવ, સહજપણું. બીજો અર્થ વધારે કાવ્યચમત્કૃતિવાળો અને માર્મિક છે.
કોશાની વેશ્યા તરીકે અત્યારસુધી અન્ય પુરુષો પ્રત્યેની જે સ્વાર્થસભર મનોવૃત્તિ હતી એની જગાએ સ્થૂલિભદ્રને જોતાં જુદી જ પ્રીતિની લાગણી તે અનુભવે છે. પહેલાં ધૂર્તતા હતી, હવે સ્વ-ભાવ (નારીહૃદયની સાહજિક પ્રણયઝંખના) પ્રગટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org