________________
છે. એણે અનેક પુરુષો સાથે રંગરાગ માણ્યા હશે પણ પ્રીતિના જળથી એનું હૃદય ભીંજાયું નથી. માટે જ એને પાણી માટે ઝંખતા નિર્જળ તળાવની ઉપમા અપાઈ છે. પાઠાંતર: છ પ્રતમાં આ કડી ૧૫મી. એની આગળ ૫૪મી કડી તરીકે એક વધારાની કડી આ પ્રમાણે છે :
ઈણિ પરિ ચિત્તઈં ચિંતવઈ, એ નિશ્ચઈ સુર કોઈ, યૂલિભદ્રનું મસિ કરી, કઈ મકરધૂજ હોઈ.” ૫૪ ૪ પ્રતમાં ૪ પ્રતની આ પ૪મી કડી નથી. ૧. ગ સુભાવ.
નયર વયણ કર ચરણ મુખ, ડાઢી મુંછ મરોડ,
પાતલીક નર ફૂટર, ઈસી ન દીસઈ જોડ. ૨૫ ગદ્યાનુવાદ : આંખો, વેણ, હાથ, પગ, મુખ, દાઢી, મૂછ અને અંગભંગિવાળો એ પાતળિયો નર ફૂટડો છે. આવી કોઈ જોડ દેખાતી નથી. પાઠાંતર : ૧. “મુખ નથી; ૪ તાડી (ડાઢી’ને બદલે); ર૩, પ, ૬, ૪ મરોડિ. ૨. ર૩, ૪, ૮, ૩ જોડિ.
પપદ પૂછઈ સહીઅરસાથિ ઈંદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, નલકુબ્બર કઈ ધનદ કઈ સુરતિવલભ ના ના.. ભરફેસર હરિચંદ દેવ નારાયણ કિ ના ના, પેખીહ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ,
સગડાલપુત્ર મ મ ઝખિ તું સખી એમ ના ના કહઈ. ૫૯ ગદ્યાનુવાદ : સહિયરોનો સાથ પૂછે છે કે “શું ઇન્દ્ર અવતર્યો ?” “ના રે ના.” “શું એ પાર્વતી-પતિ (શંકર) છે કે ચંદ્ર-સૂરજ ?” “ના રે ના.” “શું એ નલકુબેર (કુબેરનો પુત્ર), કુબેર કે સુરતિવલ્લભ (કામદેવ) છે ?” “ના રે ના.” “શું એ ભરતેશ્વર, હરિશ્ચન્દ્ર કે નારાયણદેવ છે ? “ના રે ના.”
પુરુષને જોયો ને કોશા) પરવશ થઈ; વડીલ વેશ્યા (અક્ક)ની વારી ન રહી. ‘એ શકટાલપુત્રને તું ઝંખીશ નહીં, સખી !” એમ અક્કા “ના ના’ કહે છે. વિવરણ : બધી સહિયરોનો આ મનોભાવ છે એમ અભિપ્રેત જણાય છે; જેને ચારણી લયછટામાં પ્રશ્નોત્તરીનું સ્વરૂપ આપીને કવિએ પ્રગટ કર્યો છે. પાઠાંતર : ૨૩, ગ છંદનું નામ નથી જ કવિત ૮ કવિત્ત. ૧. . સાથિઈં; ન અવતારિ ૩ અવરિઉં. ૨. પંક્તિ નથી. ૩. ગ પ્રતમાં ૪ પ્રતની ૩જી પંક્તિ ૪થી; અને ૪થી પંક્તિ ૩જી; “કઈ' (૧) નથી; દ ધ ઇ ધનદત્ત; સુરવલ્લભ ગ, રૂ, ૨૨૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org