________________
'ચોથો અધિકાર / ૩૨૫ દુષ્કર છ દુક્ખર દુક્બર. ૨૬ માંહિ સરોવર ૪ માનસસરોવર; = સુપ્રસીદ્ધહ. વાર વાર ઇમ સુણી સુદુક્કર, મુનિવર અવર ગન્નઈ તે કક્કર, મુનિ પરસ ભર્યા ગુરુવયણે, કર અહંકાર ચડ્યા વિલ ગયો. ૬૩ ગદ્યાનુવાદ : વારેવારે આમ ‘સુદુષ્કર’ સાંભળીને અન્ય મુનિવરો તે (શબ્દોને) કાંકરા સમાન ગણે છે. ગુરુનાં વચનથી, દુ:ખની લાગણીના આવેગથી ભરેલા તે મુનિઓ અહંકાર કરીને વળી ગગનમાં ચઢ્યા. (ઘોડા ઘડવા લાગ્યા.)
પાઠાંતર : ૧. ૪ ‘સુણી' નથી; ∞ સુદુષ્કર રવ સદુકર; = અવગુણે તે હોઉ કક૨ (બીજું ચરણ); ૪ વર (‘અવર’ને બદલે); TM કિંકર. ૨ રવ, ચ, છ, ગ, રૂ, ટ મન હુંસ ભર્યા જ્ઞ માની રોસભરયા (‘મુનિ પરસ ભર્યા'ને બદલે); ૪ ભરઉં; હૈં ગુણવયણે; ૬ ભરી (‘કિર'ને બદલે); ૬, ૬ તે ગયણે.
ઘોર પરીસહના સહનારહ, થાનિક વિષમ તણા રહિશારહ,
નવિ ગિરૂ ગુણવંત વખાણ્યા, ગુરુના ભાવ મનોગત જાણ્યા. ૬૪ ગદ્યાનુવાદ : ઘોર પરીષહના સહનારા (કષ્ટ વેઠનારા), વિષમ (ભયંકર) સ્થાનકમાં રહેનારા ગરવા ગુણવંતોને વખાણ્યા નહીં. ગુરુના મનોગત ભાવ જાણ્યા. વિવરણ : ભારે કષ્ટ વેઠનારા અને વિષમ સ્થાનોએ રહેનારા મુનિજનો કોણ ? જુઓ અધિકા૨ ૩, કડી ૮૩. ત્યાં જુદાજુદા મુનિઓએ સાપના દર પાસે, કૂવાના થાળા પાસે, સિંહની ગુફામાં ચાતુમસ ગાળવાનો આદેશ માગેલો. આ મુનિજનોને દ્વેષ-ઈર્ષા થયાં.
જૈન ધર્મમાં નવ તત્ત્વો પૈકીનું એક સંવર તત્ત્વ છે. જેનાથી નવાં કર્મો આવતાં બંધાતાં રોકાય તે સંવર. એ સંવરના કુલ ૫૭ ભેદમાંથી ૨૨ પરીષહના ભેદો છે. પરીષહ એટલે કષ્ટો વેઠવાં – દુઃખ સહન કરવું તે. પરીષહના ૨૨ ભેદ આ પ્રમાણે છે : ૧. ક્ષુધા ૨. પિપાસા ૩. શીત ૪. ઉષ્ણ ૫. હંસ ૬. અચેલક ૭. અતિ ૮. સ્ત્રી ૯. ચર્યા ૧૦, નિષધિકી ૧૧. શય્યા ૧૨. આક્રોશ ૧૩. વધ ૧૪. યાચના ૧૫. અલાભ ૧૬. રોગ ૧૭. તૃણફાસ ૧૮. મલ ૧૯. સત્કાર ૨૦ પ્રશા ૨૧. અજ્ઞાન ૨૨. સમ્યક્ત્વ.
પાઠાંતર : ૧. ૪ પરીસહણારહ (પરીસહના સહનારહ”ને બદલે); સ્વ, ગ, ઘ રહનાર/રહિનારહ.
ભાજી સીલ તણી જિશિ વાડી, જઉં તસુ ગુણ બોલઈ ગુરુ ત્રાડી,
તઉ ઋષિરાજ વલી કો જાસ્યઇ, તે પણિ સીલગુણી કહિવાસ્યઇ. ૬૫ ગદ્યાનુવાદ : જેણે શીલની વાડ (મર્યાદા)ને ભાંગી તેના ગુણ જો ગુરુ તાડૂકીને (ગાજીને) બોલતા હોય તો વળી બીજા કોઈ ઋષિરાજ (કોશાને ત્યાં) જશે અને તે પણ શીલગુણી (ચારિત્ર્યવાન) કહેવાશે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org