SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અજૂઆલેં. જોયો સંગતિનઈ ગણદેખાહ, વેશ્યા વિરતિ કરઈ સવિસેષહ. જે પાપિણિ સાપિણિ જિમ ધામિણિ, થઈ ગઈઠી તે સૂધી સાંતાગિરિ. ૬૦ ગદ્યાનુવાદ : સંગતિના ગુણદોષ જોજો. વેશ્યા સવિશેષ વિરતિ વૈરાગ્ય) ધારણ કરે છે. વિષયુક્ત સાપ સમી જે પારિણી છે તે શુદ્ધ પવિત્રી સ્વામિની થઈ બેઠી. પાઠતર : ૧. ગ જોયો; રવ, ઇ, સ, શ, ષ. ટ. ૪ સંગતિના; રવ, ગઘ, ચ ઇ, , ૭, ૮, ૩ ગુણદોસહ/ગુણદોષહ, ગ કરઈ સંતોષહ. ૨ જી હુંતી (“સાપિણિીને બદલે, (જિમને બદલે); , ૪ સાકિણ (ધામિણિને બદલે); રવ, ગ, ઘ, ૨, , ૫, ૭, ૮, ૩ ધામણિ (“સાહમિણિને બદલે). પાક્ય : પહેલી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો “ગુણદોસહ/ગુણદોષહ' પાઠ આપે છે અને અર્થદષ્ટિએ એ વધુ બંધબેસતો પણ થાય છે. પણ પ્રાસદષ્ટિએ સવિસેષણની સાથે “ગુણદેખહ જ અનુરૂપ બને એમ છે. એટલે અહીં “ગુણદેખહ’ (ગુણષ) પાઠ ચાલુ રાખ્યો છે પણ એને “ગુણદોષના અર્થમાં લેવાનો રહે. ગગામિનિ જીતી જગ સૂરી, ઈમ ચુમાસિ કરી તિકિ પૂરી, જય જસવાદ ગ્રહી કરિ આવ્યઉં, સૂધવ8 સહિગુરિ બોલાવ્યઉ. ૬૧ ગદ્યાનુવાદ : સાધુએ જગતમાં ગજગામિની (સ્ત્રી)ને જીતી. આમ તેમણે “ચોમાસું પૂરું કર્યું. હાથમાં જયની કીર્તિગાથા (કીર્તિપતાકા) ગ્રહીને તે આવ્યા. સદ્ગુરુએ તેમને સારી રીતે બોલાવ્યા. પાઠાંતર : ૧. ગ ગસૂરી ટ તે સૂરી; ગ, , ૪ તે પૂરી. ૨ જ જયવાદ; ટ કરી તે (‘ગ્રહી કરિને બદલે); ઇ ૩ ઘરિ આવ્યઉ; ઇ સદગરિ ૪ સહગુરૂઈં. દુક્કર વ્રતધારી સુપ્રસિદ્ધઉ દુક્કર દુક્કર તઈ વછા કિઉં, સાસન-માનસરોવર-હંસહ ચઉવિધ સંઘ કરઈ સુપ્રસંસહ દર ગદ્યાનુવાદ : “દુષ્કર વ્રતધારી સુપ્રસિદ્ધ છે. પણ હે વત્સ, તેં તો દુષ્કર દુષ્કર કરી બતાવ્યું. તું જિનશાસન રૂપી માનસરોવરનો હંસ છે. ચતુર્વિધ સંઘ (તારી) ખૂબ પ્રશંસા કરે છે.' વિવરણ : પોતાના પૂર્વજીવનની પ્રેમિકા કોશાના આવાસમાં જ ચાતુમસ રહેવા છતાં સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા અને કામવિજેતા બનીને આવ્યા. સંયમની આ વિરલતા ગુરુ પાસે દુષ્કર દુષ્કર’ એમ બે વાર ઉદ્ગાર કઢાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચાર અંગોનો બનેલો સંઘ જૈનોમાં ચતુર્વિધ સંઘ' તરીકે ઓળખાય છે. પાઠાંતર ઃ ૧. ન દુષ્કર , ૮ દુકર છ દુક્કર, ન દુષ્કર દુષ્કર . ૪ દુકર ૩૨૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy