SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૨૩ સોવન નાય હરિ ઝવઈ, સીલ સુદર્શન જાણિ, નારદ નવ જે ઉધય તે તુ સીલ પ્રમાણ. ૫૫ અથ મડયલ ઈષિ પરિ વયણ સુણી મનિ બીહની, કાચા કુભ તણી પરિ ભીની. સાતે ધાતઈ ભેઘઉં સમકિત્તહ, પુણ્ય વર વેચઈ નિજ વિરહ ૫૬ ગદ્યાનુવાદ : આ પ્રકારનાં વચન સાંભળીને (કોશા) મનમાં ડરી ગઈ. એ વચનથી) કાચા ઘડાની પેઠે ભીંજાઈ ગઈ. સમ્યકત્વ (સત્ય ધર્મતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા સાતે ધાતુએ (સંપૂર્ણપણે) પ્રસરી ગયું. તે પુણ્યનો માર્ગ લે છે ને પોતાનું ધન વાપરે છે. વિવરણ : શરીરની મૂળભૂત સાત ધાતુ તે ૧. રસ ૨. રુધિર ૩. માંસ ૪. મેદ ૫. અસ્થિ ૬. મજ્જા ૭. શુક (વીર્ય). પાઠતર : રવ, ઇ મડલિ છંદ ૨, ૪, ૮ અડયુલ્લ. ૧ ૨૨. ઇ. ૨, ૪, , ૭, ટ, ૪ સુણીનઈ બીહની; ન પરિ બીન્હી. ૨ ૪ સાત; રવ, ગ, ઘ, , ૩, ૪, ટ, ૪ ધાત ઇ ધાત: ગ ભરિઉં ૨, ૩, ૪ મિલ્વે ૩ ભિલઈ ભેદ્યઉ'ને બદલે); આ પુણ્યઈ વર વેચ; વંચે (વેચઈ’ને બદલે). કોશ્યાન ધન દીહ સુવલીઉ, થૂલિભદ્ર થિરતામય મલીલ, તારિ તારિ સ્વામિ હવઈ મુઝનઈ, ખમિ અપરાધ કર્યઉં જે તુઝનઈ. પ૭ ગદ્યાનુવાદ : કોશાનો ધન્ય દિવસ સારી રીતે વળ્યો. સ્થિરતામય સ્થૂલિભદ્ર મળ્યા. કહે સ્વામી, હવે મને તમે તારો, તારો. તમરો જે અપરાધ કર્યો છે તેની ક્ષમા આપો. પાઠાંતર ઃ ૧. ગ તે ..મયને બદલે). ૨. p. ૪ કરિયા, ન તું (હવઈને બદલે). તું સ્વામી હું ઘસી તોરી, અભગતિ હીઅડઈ માહિતિ મોરી, જયજય જોગીશ્વર અવતારા, ઊતારુ અહ્મનઈં ભવપારા. ૫૮ ગદ્યાનુવાદ : તમે સ્વામી છો. હું તમારી દાસી છું. મારી અ-સેવા હૃદયમાં આણશો નહીં. હે યોગીશ્વરના અવતાર, જયજય થાઓ. અમને ભવપાર ઉતારો. પાઠાંતર : ૪ કડી નથી. ૧ ગ ઈ; છ માહરી. ૨ જયજયજય; મઝનઈ. તવ હરખી જિનવયશ સુણાવઈ, ધરમ તણઉ મુખિ પાઠ અણાવઈ, સુધી શ્રાવકનાં વ્રત પાલઈ, ભવ ભીતરિ તે ભવ અજુઆલઈ. ૫૯ ગદ્યાનુવાદ : ત્યારે હરખીને (સ્થૂલિભદ્ર) જિનવચન સંભળાવે છે. એને મુખે ધર્મનો પાઠ લેવડાવે છે. (કોશા) શ્રાવકનાં શુદ્ધ વ્રત પાળે છે. આ સંસારની અંદર (રહીને) જન્મ અજવાળે છે. પાઠાંતર ઃ ૧. ૪ તવ હરખ્યો નિજ વચન સુણાવેં; $ મિષિ (મુખિને બદલે); ૬, ર૩ પાઢ આ ગાઢ (પાઠને બદલે). ૨. વર ઘટ ભીતરિ, ૪ સીહણી થઈને ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy