SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય વિણઠઈ સુંદરી, લહીઈ સુખનું વાસ. ૫ સુખઈ લાભઈ મુગતિ જઉં, તઉ કુણ સેવઈ ચંડ, કરિ સંવર સોહિલું હસિક યુવતી એ કરીસિ ખંડ. ૬ = પ્રતમાં પણ ત્રણ કડીઓ વધારાની મળે છે જેને એ પ્રતમાં ૫૪, ૫૫, પ૬ ક્રમાંકો અપાયા છે અને ૪ પ્રતની પમી અને પપમી કડીની વચ્ચેના સ્થાને છે. આ ત્રણ કડીઓ અનુક્રમે ૪ પ્રતની વધારાની ૪, ૫, ૬ ક્રમાંકોવાળી (ઉપર દર્શાવેલી) કડીઓને મળતી છે. એમાંની ૫૪ અને ૫૬ ક્રમાંકવાળી કડીઓ ૪ પ્રતની ૪૯, ૫૦ ક્રમાંકવાળી છે. આમ, ૪ પ્રતની ૫૪મી અને પપમી કડીની વચ્ચે , , પ્રતમાં મળતી વધારાની કડીઓનો કોઠો આ પ્રમાણે થાય : ક્રમાંક ક્રમાંક ક્રમાંક ૨ ૪૯ ૫૦ જ કી ૫૪ ૫૫ ૫૬ એ યૌવન એ વિષયરસ, સઘલી રંગ રુહાડ, સીલરયણ જિનધર્મ વિણ, કોશ્યા કિહીં દેખાડિ. ૨૫ ગદ્યાનુવાદ : “એ યૌવન, એ વિષયરસ, સઘળી આનંદની ભોગવિલાસની અભિલાષા મનોકામના) (એ બધું તો છે જ; પણ જિનધર્મ વિના શીલ રૂપી રત્ન, હે કોશા, ક્યાંય (હોય તો) દેખાડ.” પાઠાંતર : ૧. ગ વિષયરસિ. ૨ ૨ સીયલરઈશ. આ પ્રતમાં પૃષ્ઠ ૧૧બ અને ૧૨અ ઉપર પાછળથી હાંસિયામાં લખાયેલી ૪, ૫, ૬ ક્રમાંકોવાળી કડીઓ વધારાની મળે છે (જુઓ કડી ૫૪નું પાઠાંતર) તે ઉપરાંત આ પૃષ્ઠો ઉપર બીજી ચાર કડીઓ વધારાની મળે છે. જે 5 પ્રત કે અન્ય પ્રતોમાં પણ નથી. આ ચાર કડીઓને પર, પ૩, ૫૪, ૫૫ એમ ક્રમાંકો અપાયા છે. તે આ પ્રમાણે છે : સૌ ધમ્માયતિ જે નમઈ, હસીઅ લઈહ ચિત, વિશ્વાનર જલ સમ સહુ, સીતા વિશ્વ વદીત. પર ચાલણીશું જલ કાઢીઉં સુભદ્રા સીલ પ્રમાણિ, કલાવતીના કર નવા, પ્રભાવતી સીલ પ્રમાણિ. ૫૩ દ્વપદી ચીર જ પહિરી, એકોતર સુચંગ, સાડલીઈ રવિ થંભીઉં, એહવઉ સીલ રંગ. ૫૪ ૩૨૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy