________________
વચન મને અત્યંત ગમે છે. પણ ગુણમાં લીન એવી હું કુલીન અને અકુલીન સ્ત્રીની વાત કહું છું. વિવરણ: કોશાનો પ્રતિયોગ એવો કે સ્થૂલિભદ્રનાં આળવચનો પણ એને ટાઢક કરતા જળની જેમ મનભાવન લાગે છે. પાઠાંતર ઃ ૧. ગ હઉછે; રવ ગમ; ર૩, , , , ૪, ૪ છ૮/છે ગાઢઉં; આ “તિમ’ નથી; ગ મુઝ તાતૂ (તિમ ગાઢઉં' ને બદલે). ૨. ઇ તેહઈ; સ હિવટ મન (‘ગુણ'ને બદલે).
સુરિ સ્વામી તુઝ વાત પરીચ્છી, તઈ તઉ વેશિ નિટોલ નિબંછી,
પશિ પરણીનુ જે આચારહ, તે પણિ કહિતાં કઈ વિસ્તારહ ૯૦ ગદ્યાનુવાદ : હે સ્વામી સાંભળ, મેં તમારી વાત જાણી. (એ રીતે) તો તમે વેશ્યાને સંપૂર્ણપણે તિરસ્કારી છે. પણ પરિણીતાનો જે આચાર છે તે કહેતાં પણ વિસ્તાર થાય તેમ છે. વિવરણ : ગૃહસ્થજીવનની રોજિંદી ઝંઝટ અને પરિણીતાના આચારનું વર્ણન. (કડી ૯૦થી ૧O) પાઠાંતર : ૧, ૩, ૪ મઈ વાત. ૨. ર૩, , , ૫, ૮ પર/ણી છઈ (પરણીને બદલે) , સુકુલીણીનુ; છ જે’ પછી ‘ઈ’ વધારાનો; ર કહતી; = વધઈ વિસ્તારહ.
જવ પરગઈ તવ ધરઈ સોહેલું નરવહિતાં કઈ ખર દોહેલું
બાંધ્યઉ કતસનેહ સ્યઉં ત્રાગઈ, નિતુનિત નવનવ પરઇ માગઇ. ૯૧ ગદ્યાનુવાદ : (સ્ત્રી) જ્યારે પરણે છે ત્યારે સરળ - સહેલું લાગે છે; પણ એનો નિભાવ કરતાં તે ખરું દોહ્યલું – કપરું છે. એનો પતિપ્રેમ દોરા સાથે બાંધેલા જેવો છે. નિતનિત નવેનવ પ્રકારે તે માગે છે. પાઠાંતર : ૧. ગ પરઈ (પરણ'ને બદલે); 2 અણપરણ્યાનો નામ દુહેલો (બીજું ચરણ); ૩, ૪ પણિ (છડને બદલે). ૨. રવ, ગ, ઘ, ૨, ૩, ૪, ૪ પરિ કરિ ૪ પરિ તે (“પરઈને બદલે). પાઠી : બીજી પંક્તિમાં ૪ પ્રતના પરઈ' પાઠને સ્થાને પરિ કરિનું વ્યાપક પાઠાંતર મળે છે; પણ બન્ને પાઠનો અર્થ એકસરખો થતો હોવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે.
છંદ પાધડી નવનવા ભોગ લીલાવિલાસ, કરિ દૂર પૂર કપૂરવાસ,
નવ ચીર હીર કચલીય ચોલ, સિંગાર સાર કુકમ્મ રોલ. ૯૨ ગદ્યાનુવાદ : (સ્ત્રી) નવાનવા ભોગ અને લીલાવિલાસ કરે છે. તે કપૂરની સુગંધથી ૨૪૨ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org