SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર | ૨૪૩ ભરપૂર (રાંધેલો) ભાત, હીરનાં નવાં ચીર અને લાલ કાંચળી, સરસ શૃંગાર અને કુમકુમના લેપ – વિવરણ: આ કડીનું વાક્ય અપૂર્ણ છે. અન્વય પછીની કડી સાથે છે. પાઠાંતર : ર૩, પ, ટ છંદનું નામ નથી છંદ હનુમંત પદ્ધડી જ છંદ ભાષા. ૧. ૨૩, કૂર કપૂર ન પૂરપૂર (કૂરપૂરને બદલે); ટ કપૂરનિવાસ કપૂસુગંધવાસ. ૨. ગ કંચૂય; ; “સાર નથી. જોઈઇ વાનાં લાખલાખ,ઘરિ મિરિઅ લુણ વલિ નહી સરાખ. વૃત ઘોલ શાક તણી શાહ કિમ જિમસ્ય લખું આજ નાહ ૯૩ ગદ્યાનુવાદ: – એમ લાખલાખ વસ્તુઓ જોઈએ. ઘરમાં મરી, મીઠું ને વળી સરાખ (કોઈ મસાલો ? ખાદ્ય પદાર્થ ) નથી. ઘી, (દહીંનું) ઘોળવું, શાકની રેલછેલ હોય પણ) હે નાથ, આજ લૂખું (ભોજન) કેમ જમીશું ? પાઠાંતર : ૧. લાખ (એક જ વાર) આજ લાખ ટ નવનવા લાખ. ૨. ઇ સાહ તણી; રુ નહી ૪ વલી નહી ('તણી’ને બદલે). રે નિશુરિ નાથ મારા સુચંગ, ઈધણ ભારા જોઈઈ હીંગ, વલી નથી તણિ દવઈ ન તેલ ધુપેલ ધૂપ સીંદૂર મેલ. ૯૪ ગદ્યાનુવાદ : રે મારા સુંદર નાથ, સાંભળો. ઇંધણના ભારા અને હીંગ જોઈએ છે. વળી તૃણિ (ઇ નથી ને દીવામાં તેલ નથી; ધુપેલ, ધૂપ, સિંદૂરનો મેળ (સગવડ) નથી. પાઠાંતર : ૧. . ૪ નાહ, ગ, રૂ. ૩ સુહિંગ. ૨. ર, દીવેલ તેલ; ગ સુ (‘ના’ને બદલે); ઘ તેલ (મેલ'ને બદલે). મલા કિસ્યું આવી આ ધઉંબ, પાછા વલઉ મ કરુ વિલંબ, તુમ કિસી હીઅડઈ નથિ સાન, લાવ્યા ન વારૂ ફૂલપાન. ૯૫ ગદ્યાનુવાદ : બાઘા ગમાર) જેવા ઠાલા શાને આવ્યા ? પાછા વળો, વિલંબ કરો નહીં. તમને હૈડામાં કશી સાન (ગતાગમ) નથી. રૂડાં ફૂલપાન પણ લાવ્યા નહીં. વિવરણ : “લાડી જુએ લાવતો ને માડી જુએ આવતો' એ લોકકહેવતના પૂર્વાર્ધની યથાર્થતા અહીં સમજી શકાશે. પાઠાંતર : ૧. ગ કિસ્યા; લાવી આ કિસંઉં, 5 ઘઉંબ. ૨. ૪, ૫, ૩ નહી વારૂ; ર ફોલપાન ૩ પયફૂલપાન. પાક્ય: પ્રથમ પંક્તિમાં ૪ પ્રતના “ઘઉંબ' પાઠમાંનો “ઘ' લેખનદોષ જણાય છે. એ ધઉંબ જોઈએ. અન્ય પ્રતોના ધુંબ' પાઠનો આને આધાર હોઈ ધઉંબ' પાઠ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy