________________
પ્રતનાં પાનાં ખૂબ જ પીળાં પડી ગયાં છે. પ્રત જૂની જણાય છે. અક્ષરો ખૂબ જ ઝીણા અને ગીચ લખેલા છે.
પડિમાત્રાનો ઉપયોગ નથી. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ય મળે છે. ખ’ માટે ”નું ચિહ્ન છે. અહીં ‘ક્ષ’ “ષ્પ’ જેવો વંચાય છે. ‘અઇ’ બધે ‘ઐ’ રૂપે પ્રચુરપણે મળે છે. જેમકે, પોતે, પડે, ઉપૈ, જાણે, કરે, પ્રણમૈ, ધૂર્ણ, દીપૈ, બૈઠી, સોહૈ, હીથૈ વગેરે. ‘અઉ’નું ‘ઓ’ મળે છે. જેમકે, પાછો, પહિલો, લાગો, મીઠો વગેરે. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી.
કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ર્ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : ૬ ૬૦ | એઁ નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિશ્રી ગુણરત્નાકરછંદે ચતુર્થાધિકાર: લિપીકૃત । પં. મનોજ્ઞચંદ્ર ગણિવરેણ પ્રેમચંદમુનિ પઠનાય સુભં ભવતુ. શ્રેયોસ્તુ.
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૯૪ કડી મળીને કુલ ૪૨૬ કડી છે.
બીજા અધિકારમાં ઃ પ્રતની ૧૧૫મી તથા ૧૧૭મી કડીનો ક્રમાંક અહીં ભૂલથી ૧૪[૧૧૪] અપાયો છે. ઃ પ્રતની ૧૧૮મી કડીનો ક્રમાંક અહીં ૧૧૭ અપાયો છે. એકનો ક્રમફેર ચાલુ રહેતાં છેલ્લી કડીનો ક્રમાંક ૧૫૯ છે. પણ આ અધિકારની કુલ કડીસંખ્યા તો ૧૬૦ જ છે.
ત્રીજા અધિકારમાં ૧૩મી કડીને ભૂલથી બીજી વાર ૧૨નો ક્રમાંક અપાયો હોઈ એકનો ક્રમફેર ચાલુ રહે છે. વચ્ચે ૩૬નો ક્રમાંક દર્શાવવાનો રહી ગયો છે. ઃ પ્રતની ૮૧મી કડીને ભૂલથી ૭૦ ક્રમાંકથી અને ૮૨ મી કડીને ૭૧ ક્રમાંકથી દર્શાવાઈ છે. જ્ઞ પ્રતની ૮૩મી કડી ૮૨ના ક્રમાંકથી દર્શાવાઈ છે. ૢ પ્રતની ૯૬મી
કડી અહીં ૯૬ ક્રમાંકથી જ દર્શાવાઈ છે. તે પછી ૧૦૨ સુધી ક્રમાંક બરાબર * ચાલે છે. પણ પ્રતની ૧૦૩મી કડીને ભૂલથી ૪[૧૦૪] ક્રમાંક અપાયો છે. ૧૦૪મી કડીને પણ ૪[૧૦૪] ક્રમાંક અપાયો છે.
ચોથા અધિકારમાં, જ્ઞ પ્રતની ૩ કડી પછી વધારાની ૧૧ કડીઓ ૪થી ૧૪ ક્રમાંકોથી મુકાયેલી છે. (જુઓ ચોથો અધિકાર, કડી ૩ નીચેનું પાઠાંતર.). આ રીતે ઃ પ્રતની ૪થી કડી અહીં ૧૫મા ક્રમાંકની બને છે. અગ્યારનો આ ક્રમફેર ચાલુ રહેતાં જ પ્રતની ૫૦મી કડી અહીં ૬૧મી છે. પણ પ્રતની ૫૧થી ૫૪ના ક્રમાંકોવાળી ચાર કડી અહીં દ પ્રતમાં નથી. એટલે ઃ પ્રતની ૫૫મી કડી અહીં ૬૨મી બને છે. આ ક્રમફેરે ૢ પ્રતની ૮૬મી કડી અહીં ૯૩મી બને છે. પણ ૮૭મી છેલ્લી કડીની પંક્તિઓ અહીં ૯૪ અને ૯૫મી કડી રૂપે વિભક્ત થઈ છે.
૧૯૬૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org