________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૭ ૮૧મી અને ૮૨મી કડીઓ બની છે. એટલે અહીંથી એકનો ક્રમાંકફેર રહેતાં ૪ પ્રતની છેલ્લી ૧૬૦ મી કડી ૧૯૧મી તરીકે દર્શાવાઈ છે. ત્રીજા અધિકારમાં 5 પ્રતની પમી કડી અહીં નથી. પરિણામે પછીની કડીઓ એકએક ઓછા ક્રમાંકવાળી બને છે. પણ ૪ પ્રતની ૯મી કડીને અહીં ૯ ક્રમાંક જ અપાયો છે, કેમકે ૮નો આંક આપવો રહી ગયો છે. ૪ પ્રતની ૧૨મી કડી અહીં નથી. એટલે કડીઓ એકએક ઓછા ક્રમાંક ફેરવાળી બને છે. પણ ભૂલથી ૪ પ્રતની પરમી કડીને પરનો જ ક્રમાંક અપાતાં ક્રમાંક ૪ પ્રત સાથે સરખા થઈ જાય છે. ૪ પ્રતની ૫૬મી કડી અહીં નથી. એટલે એક ઓછા ક્રમાંકફેરે કડીઓ ચાલે છે. એ રીતે $ પ્રતની ૮૦મી કડી જે અહીં ૭૯મી બનવી જોઈએ તેને ભૂલથી ૭૮ નો ક્રમાંક અપાયો છે. આમ છેક સુધી લેખનકારે વારંવાર ક્રમાંકદોષો કર્યા છે. આ ત્રીજા અધિકારમાં ૪ પ્રતની પમી, ૧૨મી અને પ૬મી એમ ત્રણ કડીઓ અહીં નથી. એટલે ૪ પ્રતની પ૫મી કડી અહીં ૫૧મી બને છે. એ રીતે ચારનો ક્રમફેર રહે છે. ૬૮મો ક્રમાંક બે વાર અપાતાં પાંચના ક્રમફેરે છેલ્લી ૮૭મી કડી અહીં ૮૨મી બને છે. ટ પ્રત
લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ હસ્તપ્રત સૂચિક્રમાંક ૩૦૨૩૮.
પ્રતનાં કુલ પત્ર ૭ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૬.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૧ ૩/૪ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૨૩થી ૨૪ લીટી છે. અને એક લીટીમાં ઘણુંખરું ૬૬થી ૬૮ અક્ષરો છે.
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. પહેલાં બે અને છેલ્લા સાતમા પત્રમાં ઊધઈથી ક્યાંક ક્યાંક કાણાં પડી ગયાં છે.
હાંસિયાની બન્ને બાજુએ કાળા રંગની ઊભી નજીકનજીક ત્રણ રેખાઓ કરેલી છે. છંદ અને કડીક્રમાંક પર ગેરુઆ રંગનાં ખૂબ જ ઝાંખાં નિશાન છે. કડી કે ચરણને અંતે ઊભા દંડ કરવામાં કશી એકરૂપતા જળવાઈ નથી. ક્યાંક કડીક્રમાંકની ડાબી બાજુએ તો ક્યાંક જમણી બાજુએ બે ઊભા દંડ કરેલા છે ને ક્યાંક છે જ નહીં. એ રીતે ચરણને અંતે એક ઊભો દંડ ક્યાંક છે ને ક્યાંક છે જ નહીં. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org