________________
એટલે પત્રક્રમાંક ૧ પત્રની આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. ડાબી બાજુના હાંસિયામાં ઉપરની બાજુએ કૃતિનામ ગુણરત્નાકરછંદ લખ્યું છે ને સાથે પત્રક્રમાંક આપેલો છે. બાકીનાં પત્રોમાં દરેક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે પત્રક્રમાંક અપાયો છે અને ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે કૃતિનામ અને પત્રક્રમાંક અપાયાં છે.
હાંસિયાની બન્ને બાજુએ બે કાળી ઊભી રેખાઓ કરી વચ્ચે લાલ રંગ પૂરેલો છે. જોકે કોઈકોઈ પાના ઉપર ક્યાંક આવો લાલ રંગનો ગોળ અને રેખાઓ વચ્ચેનો લાલ રંગ કરેલાં નથી. કડીક્રમાંક અને છંદ ઉપર લાલ રંગના ખૂબ ઝાંખાં નિશાન છે. કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે. પ્રત્યેક ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, મરોડદાર, સુઘડ અને સુંદર છે.
પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ૩ મળે છે. “ખ” માટે “ ચિહ્ન છે. “ચનો મરોડ ઘણી જગાએ વનો ભ્રમ ઊભો કરે છે.
આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ આકારના બે ઊભા દંડ
કતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || શ્રી વીતરાગાય નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી ગુણરત્નાકરછંદસિ ચતુર્થાધિકાર: સમાપ્ત: || છ || પ્રત વિ.સં.ના ૧૭મા શતકમાં લખાઈ હોવાનું અનુમાને જણાય છે.
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૧ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૨ કડી છે.
પ્રથમ અધિકારમાં ૪ પ્રતની બધી જ કડીઓ ૩ પ્રતમાં છે, પણ સરતચૂકથી ૪૧મી કડીને ૩મો ક્રમાંક અપાઈ જતાં બેના ક્રમાંકફેરની ભૂલ અધિકારના અંત સુધી ચાલુ રહી છે.
બીજા અધિકારમાં પ્રતની ૨૮મી કડીને ભૂલથી અહીં ૨મો ક્રમાંક અપાતાં ૨૯મી કડી ૩૦મી, અને ૩૦મી કડી ૩૧મી બને છે. ૪ પ્રતની ૩૧મી કડીને ૩૧માં ક્રમાંકથી જ બતાવાઈ છે. પણ વળી, ૪ પ્રતની ૩૨મી કડીને અહીં ૩૩મો ક્રમાંક અપાયો છે. પણ ૩૪મી કડીને ૩૪મો જ ક્રમાંક અપાતાં પછી ક્રમાંકો બરાબર ચાલે છે. ૪ પ્રતની ૮૧મી કડી જે ચાર પંક્તિની છે તે અહીં બબ્બે પંક્તિની ૧૯૬ / સહજસુંદરકત ગુજરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org