SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૫ કડીઓ આ જ પ્રતમાં નવું ઉમેરણ છે. (જુઓ બીજો અધિકાર, કડી ૮૪ નીચેનું પાઠાંતર). એટલે જ પ્રતની ૮૪મી કડી અહીં ૮૮ ક્રમાંકની બને છે. તે પછીની કડીઓ ચારનો ક્રમાંકફેર ધરાવે છે. ૧૨૧મા ક્રમાંકવાળી કડી સરતચૂકે “૨૧ને બદલે “૨૨' અંકથી બતાવાઈ છે. ૪ પ્રતની ૧૩પમી (એટલે પ્રતની ૧૩૯મી) કડી પછી અહીં એક કડી વધારાની છે, જેને ૧૪૦મો ક્રમાંક અપાયો છે. એટલે જ પ્રતની ૧૩૬મી કડી અહીં પાંચના ક્રમાંકફેરે ૧૪૧મી બને છે. તેથી અહીં જ પ્રતની છેલ્લી ૧૬૦ મી કડી ૧૬૫મી બને છે. ત્રીજા અધિકારમાં જ પ્રતની ૧૨મી કડી અહીં નથી તેથી પછીની કડીઓ એક એક ઓછા ક્રમાંકફેરે ચાલે છે. ત્રીજા અધિકારમાં એક કડી ઓછી થાય છે. ચોથા અધિકારમાં ૪ પ્રતની પરમી અને પ૩મી કડીઓ, અમુક અંશ નીકળી જતાં, ભેગી થઈ જઈને અહીં પરમી કડી તરીકે આવતાં એક કડી ઓછી થાય છે. તેથી ૪ પ્રતની ૫૪મી કડી અહીં પ૩મી બને છે. તે પછી અહીં ત્રણ કડીઓ વધારાની છે જેને ૫૪, ૫૫, ૫૬ ક્રમાંકો અપાયા છે. એટલે જ પ્રતની ૧પમી કડીને અહીં પ૭ ક્રમાંક અપાયો છે. અને આ ક્રમફેર પછી ચાલુ રહે છે. સરતચૂકથી ૬૫મો ક્રમાંક લખવો રહી ગયો છે. # પ્રતની ૬૬મી (= પ્રતની ૬૮મા ક્રમાંકની) કડી પછી ચાર કડીઓ વધારાની છે; જેને ૬૯થી ૭રના ક્રમાંકોથી દર્શાવાઈ છે. પરિણામે હવે ૪ પ્રતની ૬૭મી કડી અહીં ૭૩મા ક્રમાંકની બની એ ક્રમફેરે ૪ પ્રતની છેલ્લી ૮૭મી કડી અહીં ૯૩મી બની છે. જ પ્રત | લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૮૩૨. પ્રતનાં કુલ પત્ર ૨૨ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૫૫ સેમિ. છે તથા પહોળાઈ ૧૩ સે.મિ. છે. બન્ને બાજુ ૨૩ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧} સે મિ. જ્ઞા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડી છે ને વચ્ચે મોટો લાલ રંગનો ચાંદલા જેવો ગોળ કરેલો છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩ લીટી છે. અને એક લીટીમાં ૪થી ૪૬ અક્ષરો છે. ૨૨મા છેલ્લા પત્રની આગળની બાજુએ કૃતિ પૂરી થાય છે ત્યાં ૬ લીટી છે. ક્યાંક રહી ગયેલા લખાણનો ઉમેરો ક્વચિત્ ડાબી તરફના હાંસિયામાં તો ક્વચિત્ ઉપરની કોરી જગામાં કરેલ છે. પ્રથમ પત્રમાં માત્ર આગળની બાજુએ લખાણ છે, પાછળની બાજુ કોરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy