________________
એમ થતો હોવાથી છંદોગાનને એ અંશ પૂરક – સહાયક બને છે. જેમકે,
ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધ આય, ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર.'
“જીરાઉલા પાર્શ્વનાથ છંદમાં જીરાઉલા પાર્શ્વનાથનો મહિમા ગવાયો છે. અન્ય દેવો કરતાં આ દેવનું ચડિયાતાપણું દશવિવા કવિએ વીસેક કડીમાં થઈને ચાળીસેક દષ્ટાંતોની આખી માળા રજૂ કરી છે. જેમ કે –
જેવડો અંતર બગલા હંસ, તેવડો અંતર કાનડ કંસ, જેવડો અંતર રાવણ રામ, તેવડો અંતર ઠામ કુઠામ.” જેવડો અંતર બાજર કુર, તેવડો અંતર કાયર શૂર,
જેવડો અંતર રાણી દાસ, તેવડો અંતર દહીં ને છાશ.” પછી કવિ લખે છે –
‘તું ભેટિયો અવર દેવને ન નમું, અમૃત લઈ આછણ કિમ જમું આખી રચના ચોપાઈ છંદમાં થઈ છે.
આ કવિનો “અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ અંતરિક્ષ પાર્શ્વનાથની મૂર્તિનો ઉદ્ધવ અને એના ચમત્કારની કથા રજૂ કરતી છંદરચના છે. કાવ્યતત્ત્વની દષ્ટિએ ખાસ કશી ચમત્કૃતિ આ કૃતિમાં દેખાતી નથી.
સૂર્ય-દીપવાદ છંદમાં કવિએ સૂર્ય અને દીપક વચ્ચેના ચડિયાતાપણાના વિવાદને છપ્પાની ૩૦ કડીમાં નિરૂપ્યો છે.
આદીશ્વર જિન છંદ એ જુદે જુદે નામે ઓળખાયેલી કૃતિ છે. એમાં શત્રુંજય તીર્થનું સ્તવન છે. કર્મબંધને કારણે અસંખ્ય ભવફેરા પછી સાચા આદીશ્વર દેવ પ્રાપ્ત થયા છે. એ દેવને ભવોભવના ફેરા ટાળવા માટેની યાચના છે. કૃતિના આંતરપ્રાસ ધ્યાન ખેંચે છે :
જય પઢમ જિણેસર, અતિ અલવેસર, આદીશ્વર ત્રિભોવન ધણીય, શેત્રુંજ સુખકારણ સુણિ ભવતારણ વીનતડી સેવક ભણીય.” કૃતિ ચોપાઈ છંદમાં ચાલે છે. વચ્ચે કોઈ કોઈ કડી હાટકી છંદમાં પણ પ્રયોજાઈ
ઈશુની સોળમી સદીના બીજા દાયકામાં જૈન સાધુકવિ સહજસુંદર પાસેથી છંદસ્વરૂપની એક મહત્ત્વની દીર્ઘરચના પ્રાપ્ત થાય છે તે ગુણરત્નાકરછંદ (ર.સં.૧૫૭ર | ઈ.સ.૧૫૧૬). ૪૧૯ કડીની, ચાર અધિકારમાં વિભક્ત, સ્થૂલિભદ્રકોશાના વિષયવસ્તુવાળી કથનાત્મક આ કૃતિ વિવિધ છંદોમાં રચાઈ છે. છંદોગાન એ કવિનું લક્ષ્ય છે અને એ માટે કવિ સસંકલ્પ રહ્યા છે. આય, બેઅક્ષરીઆ,
૭૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org