SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૫ જણાવ્યા પ્રમાણે ઈ.સ.૧૪૩૧માં હયાત એવા કીર્તિમરુ કવિએ “અંબિકા છંદ લખ્યો છે જે ખંડ હરિગીતને મળતી ચાલમાં છે. જયદેવની અષ્ટપદીઓમાં આવતા અનુપ્રાસ અને સંસ્કૃત સ્તોત્રોમાંનું રવમાધુર્ય એમાં કવિએ પ્રયોજ્યાં છે. કવિ લાવણ્યસમયે ઈ.સ.૧૪૯૦માં ૨૫૨ કડીના અને બે અધિકારમાં વિભક્ત રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ/છંદ (પ્ર.)ની રચના કરી છે. અને પછીના વર્ષોમાં આ કવિ પાસેથી ૯ કડીનો ગૌતમમાષ્ટક છંદ પ્ર.), ૪૫/૪૭ કડીનો “આદીશ્વર જિન છંદ (ર.ઈ.૧૫૦૬) (બ), ૫૪ કડીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ (ર..૧૫૨૯) પ્ર.), ૩૮ કડીનો “જીરાઉલા પાર્શ્વનાથ છંદ (પ્ર) અને ૩૦ કડીનો ‘સૂર્યદીપવાદ છંદ પ્રાપ્ત થાય છે. “રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ/છંદમાં લાવણ્યસમયે બાવીસમા તીર્થંકર નેમિનાથના જન્મથી માંડી કેવળપદપ્રાપ્તિ સુધીના જીવનપ્રસંગોને આલેખ્યા છે. જોકે એમાં મુખ્ય નિરૂપણ નેમિનાથના લગ્નપ્રસંગનું છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન અને એમનાં હંસીમજાક, રાજિમતીનું દેહસૌંદર્ય જેવાં વર્ણનો નોંધપાત્ર બન્યાં છે. ઉપમા, ઉàક્ષા, વ્યતિરેક જેવા અથલિંકારો, કહેવતો, પ્રાસાનુપ્રાસ, આંતર્યમક, રવાનુકારી પ્રયુક્તિઓથી કેટલાંક વર્ણનો ચિત્રાત્મક અને લયાન્વિત બન્યાં છે. રાજુલના સૌંદર્યને વર્ણવતાં “જીતા સીહલા કટિને લંકે, “જતાં જતાં નયણે હરિણ, વેણઈ વાસગ જિત્ત જવ, ‘છતાં રાતાં કમલ કરિ જેવી પંક્તિઓ દ્વારા કવિએ વ્યતિરેકોની આખી શ્રેણી ઊભી કરી છે. નેમકુમાર લગ્નમંડપેથી પાછા ફરી જતાં રાજિમતીના જીવનમાં વ્યાપી વળતી શૂન્યતાને કવિએ યમકના પ્રયોગ દ્વારા આ રીતે નિરૂપી છે ; ખિણિ ખાટઇં ખિણિ વાટાં લોટઇં, ખિણિ ઉંબરિ ખિણિ ઊભી ઓટઇ, ખિણિ ભીતરિ, ખિણિ વલી આંગણઈ એ, પ્રીય વિણ સૂની વલી ગણઈ એ;' લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનનાં દુ:ખો, પાપી જીવોને સહન કરવાના દંડ – જેવાં વીગતપ્રચુર વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન પ્રતિબિંબિત થયું છે. આ કૃતિમાં કવિએ દુહા, રોળા, હરિગીત, આય, ચરણાકુલ, પદ્ધડી જેવા માત્રામેળ છંદો પ્રયોજ્યા છે. જ્યાં છંદપલટો આવે છે ત્યાં કવિએ ઊથલાની પદ્ધતિ પણ પ્રયોજી છે. ભાષાપ્રભુત્વ એ આ કૃતિનું આકર્ષક તત્ત્વ છે. આ કવિનો ‘ગૌતમાષ્ટક છંદ જેનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને ઘેરઘેર પ્રાત:કાળે ગવાતો રહ્યો છે. મોટા ભાગની કડીઓમાં ચરણનો ઉપાડ ‘ગૌતમ નામે..' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy