________________
ફુક્કારિ, મીર મલ્લિક મુફરદ મૂછ મરડી મચ્છરાં, સંચરઈ શક સુરતાણ સાહણ સાહસી સવિ સંગર.
હાટકી છંદ હેપારવિ હયમર હસમસિ ખુરરવિ અસણિ કિપાણ કસન્ત, ઉદ્ધસવિ કસાકસિ અસિ તરતર બિસિ, ધરમસિ ધસણિ ધસત્ત, ભૂમંડલિ ભડ કમધજ્જ ભડોહડિ મુજબલિ ભિડસ ભિન્ત, રણમલ્લ રાકુલ રણિ રોસારુણ મુણસત્તાણિ તુવરત્ત.
પંચચામર કડકિ ભૂંછ ભીંછ મેચ્છ મલ્લ મોલિ મુઝારિ, ચમક્કિ ચલ્લિ રણમલ્લ ભલ્લ ફેરિ સમરિ. ધમક્કિ ધાર છોડિ ધાન ઇંડિ ધાડિ-ધગ્ગડા, પડક્કિ વાટિ પકડન્ત મારિ મીર મક્કડા.
ભુજંગપ્રયાત જિ મુદ્દા-સમુદા, સદા રુસદ્દા, જિ બુમ્બાલ ચુમ્બાલ બંગાલ બન્દા, જિ ઝુઝાર તુકખાર કમાલ મુક્કિ, રણમ્મલ્લ ડિફેણ તે ઠામ ચુદ્ધિ.
શ્રીધર કવિનો જે “સપ્તશતી છંદ' પ્રાપ્ત થયો છે તેમાં માર્કંડેયપુરાણનાં દેવીચરિત્ર સંક્ષેપમાં વર્ણવ્યાં છે. કુલ ૧૨૪ કડીના આ છંદકાવ્યમાં આરંભે શાર્દૂલવિક્રીડિતમાં સંસ્કૃત શ્લોક છે. એ પછી ચોપાઈ, આય, દુહો અને છેલ્લે છપ્પય છંદો પ્રયોજાયા છે.
૧પમી સદીમાં મેરનંદન (ખ. જિનોદિયસૂરિશિષ્ય)ના બે સ્થલિભદ્ર મુનીન્દ્ર છેદ (૮ કડીનો અને ૨૫ કડીનો) પ્રાપ્ત થાય છે. તેમજ બે “ગૌતમસ્વામી છંદ (૧૦ કડી અને ૧૧ કડીના) પ્રાપ્ત થાય છે. “ગૌતમસ્વામી છંદ' (૧૧ કડીનો)માં જે છંદપ્રયોગ કવિએ કર્યા છે એનો ઉલ્લેખ આરંભની કડીમાં કરતાં કવિ કહે છે :
‘અટ્ટ છંદ દસ દૂહડા છપદુ અડિલ્લા દુનિ,
જે નિસુણઈ ગોયમ તણા, તે પરિવરિય) પુનિ.”
બન્ને છંદોમાં ગૌતમસ્વામીની સ્તુતિ કરવામાં આવી છે, એ જ રીતે બન્ને ‘ધૂલિભદ્ર મુનીન્દ્ર છંદમાં યૂલિભદ્રની પ્રશસ્તિ કરવામાં આવી છે. અહીં પણ કવિએ દુહા, અડય જેવા છંદોનો ઉપયોગ કર્યો છે. એક કડી જુઓ :
ધૂલિભદુ મુણિવરુ જયઉં, ધણ ગુણરયણનિહાણ, સયલ સંઘ મંગલ કર, ધીરિમ મેરુ સમાણું.”
‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' (પદ્યવિભાગ)માં શ્રી મંજુલાલ મજમુદારના ૭૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org