________________
છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૩
મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ મધ્યકાળમાં એક પ્રાગ્નરસિંહ કાળથી માંડી ૧૯મી સદી સુધીના સમયના લાંબા પટ ઉપર છંદ' સંજ્ઞા ધરાવતી રચનાઓ થતી રહી છે. ૧૫મી–૧૯મી સદીની આવી રચનાઓ તો સાવ જૂજ જ છે; સૌથી વધારે ૧૭મી–૧૮મી સદીની છંદરચનાઓ પ્રાપ્ત થાય છે. અને ૧૯મી સદીમાં દિપવિજય જેવા કવિને હાથે રચાયેલી છંદરચનાઓ મળે છે. તો કેટલીક છંદરચનાઓનો સમય અનિશ્ચિત રહે છે.
ઈશુની ૧૪મી સદીના છેક છેડે જેનેતર કવિ શ્રીધર વ્યાસે સં.૧૪૫૪ | ઈ.સ.૧૩૯૮માં ૭૦ કડીના “રણમલ્લદ પ્ર.)ની રચના કરી છે. આ ઉપરાંત કોઈ શ્રીધર કવિ (જેને શ્રી કે. હ. ધ્રુવ અને શ્રી કે. કા. શાસ્ત્રી “રણમલ્લ છંદના કવિ શ્રીધર વ્યાસ ગણે છે)નો ૧૨૪ કડીનો શાસ્ત્રી સાહસી) પાઠ છંદ અથવા માતાજીનો % અથવા સપ્તશતી ઈદ / ઈશ્વરી છંદ પ્રાપ્ત થાય છે.
રણમલ્લ છંદના આરંભના ૧૦ શ્લોક સંસ્કૃતમાં આ છંદમાં છે. બાકીની કડીઓ દુહા, ચોપાઈ, હરિગીત વગેરે માત્રામેળ છંદોમાં તેમજ ભુજંગપ્રયાત, ભુજંગી, સારસી, હાટકી (મરહટ્ટા), દુમિલા, પચચામર, છપ્પય જેવા છંદો કે જેમાંના ઘણાનો ચારણી છંદો તરીકે વપરાશ થયો છે તેમાં લખાયેલી છે. ડિંગળની પૂર્વભૂમિકાની ચારણી અવદ્ધ ભાષામાં આ કૃતિ રચાઈ છે.
અમદાવાદના મુસલમાન સૂબા ઝફરખાન ઈ.સ.૧૩૯૮ લગભગ ઈડર પર સવારી લઈ ગયો. ઈડરની તળેટીમાં એણે પડાવ નાખ્યો અને લૂંટેલો ખજાનો પાછો મોકલવા કહેણ મોકલ્યું. રાણાએ એનો કડક પ્રત્યુત્તર વાળ્યો અને યુદ્ધ માટે તત્પરતા દર્શાવી. એની પાસે મોટું લશ્કર હતું. રજપૂતોના પ્રહારો સામે મુસ્લિમો થાક્યા, હાંફી ગયા અને પીછેહઠ કરી ભાગવા લાગ્યા.
આ રચના વીરરસપ્રધાન છે. યુદ્ધનાં અને સૈન્યનાં વર્ણનોમાં રવાનુસારી શબ્દો, ઝડઝમક, અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ – આ બધાં તત્ત્વો વિશિષ્ટ છંદોલયને ગતિ આપે છે, અને કૃતિમાં પ્રયુક્ત સંયુક્તાક્ષરી શબ્દો ભાષાને બળ પૂરું પાડે છે. અરબીફારસી શબ્દોનું પ્રમાણ પણ ધ્યાન ખેંચે છે. શેલી પ્રૌઢ અને ઓજસ્વી છે. | વિવિધ છંદોમાં પ્રયોજાયેલી કેટલીક કડીઓ જુઓ :
સારસી છંદ ડુંગરાઈ ફૂફૂંકાર ફારક ફોજ ફરિ સુરમાણિયા,
હુંકાર કરકડિ, કરઈ શરઝડિ, કરવિ કરિ કમ્માણિયાં, * જે છંદરચનાઓ પ્રકાશિત થયેલી છે તે રચનાઓના નામોલ્લેખ સાથે ગોળ કૌંસમાં ત્ર.) એમ દર્શાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org