SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વૈવિધ્ય પણ છે, તો સાથેસાથે એ છંદોગાનને પૂરક બને એવાં અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, ઝડઝમક, રવાનુસારી શબ્દાવલિનો નાવૈભવ વગેરેમાંથી સર્જાતી છંદોલયની વિશિષ્ટ છટાઓ પણ જોવા મળે છે. એટલે આવી કૃતિનું દૃષ્ટાંત લઈને છંદ’ પ્રકારસંશાની સાર્થકતા સિદ્ધ કરી શકાય એમ છે. ‘ગુણરત્નાકરછંદ’થીયે પા સદી પહેલાં રચાયેલા, કવિ લાવણ્યસમયકૃત રંગરત્નાકર નેમિનાથ છંદ' (૨.સં.૧૫૪૬ / ઈ.સ.૧૪૯૦)માં પણ ચારણી વપરાશના છંદોનું વૈવિધ્ય અને ભાષાપ્રભુત્વ જોવા મળે છે. એથી યે આગળ જઈએ તો પ્રાગ્નરસિંહ કાળમાં ઈશુની ૧૪મી સદીના છેડા પર રચાયેલા, જૈનેતર કવિ શ્રીધ૨ વ્યાસના ‘રણમલ્લછંદ' (૨.સં.૧૪૫૪ / ઈ.સ.૧૩૯૮)માં પણ ભુજંગપ્રયાત, આર્ય, ભુજંગી, હાટકી, દુમિળા, પંચચામર, છપ્પય જેવા તેમજ દુહા, ચોપાઈ, રિગીત વગેરે માત્રામેળ છંદો પ્રયોજાયેલા છે. આ ઉપરાંત પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, રવાનુસારી પદાવલિ એ બધી લયછટાપૂરક લાક્ષણિકતાઓ પણ એ કૃતિ ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સ્તુતિ, સ્તવન, સઝાય, શ્લોકો તરીકે ઓળખાયેલી કેટલીક લઘુકૃતિઓને પણ ‘છંદ' સંજ્ઞા અપાયેલી છે. ત્યાં પણ એમ જ અભિપ્રેત લાગે છે કે આ રચનાઓ પદબંધ તરીકે કોઈ દેશી કે રાગનો ઉપયોગ કરવાને બદલે ઘણુંખરું કોઈ ને કોઈ ચારણી વપરાશવાળા છંદને ઉપયોગમાં લઈ કેટલીક વિશિષ્ટ લયછટાઓમાં રચવામાં આવી હોય છે ત્યારે એની સાથે ‘છંદ’ સંજ્ઞા જોડવામાં આવી હોવાનું જણાય છે. - આમે ય મધ્યકાળનું પદ્યસાહિત્ય શ્રાવ્ય તો હતું જ; એટલે ગવાતું પણ ખરું. આ ગેય તત્ત્વ બે રીતે સિદ્ધ થતું. (૧) જો પદ્યરચના અક્ષરવૃત્ત કે માત્રાવૃત્તમાં હોય તો અક્ષર / ગણનાં કે માત્રાનાં વિવિધ આવર્તનો દ્વારા. (૨) ગેય દેશીઓના ઢાળો દ્વારા. ચારણી પરંપરાએ પહેલી રીત પ્રમાણે સંસ્કૃત પિંગળના અક્ષરમેળ-માત્રામેળ છંદો કે ડિંગળના છંદોને ઉપયોગમાં લીધા અને અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક જેવી પ્રયુક્તિઓને સાંકળી લીધી એ પણ પેલા છંદોના ગેયતત્ત્વને વિશેષ રૂપે સિદ્ધ કરવા અર્થે જ. આ પ્રભાવ તળે રચાયેલી મધ્યકાલીન ગુજરાતી છંદરચનાઓ દીર્ઘ હોય કે લઘુ, કથનાત્મક હોય, વર્ણનાત્મક હોય કે સ્તુત્યાત્મક હોય, છંદોવૈવિધ્યવાળી હોય કે એક જ છંદમાં ચાલતી હોય, પણ આ છંદરચનાનું મહત્ત્વનું લક્ષણ એનું ગેયતત્ત્વ છંદ દ્વારા પ્રગટતું, સિદ્ધ થતું ગેયતત્ત્વ છે; એટલેકે છંદોગાન છે. ૭૨ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy