________________
છેદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૭ રેડકી, છપ્પય, અનુષ્ટ્રપ, અડયલ, જડયલ, મડયલ, મંડલિ, સારસી, દુહા, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારાચ, પદ્ધડી, હાટકી, ભુજગપ્રયાત, રસાઉલી, મુત્તાદામ એમ લગભગ વીસેક જેટલા અક્ષરમેળ, માત્રામેળ ચારણી વપરાશવાળા છંદોને પ્રયોજીને ચારણી છંદોલયની છટામાં કવિએ આ કૃતિને ગાઈ છે અને “છંદ' સંજ્ઞાને ચરિતાર્થ કરી છે.
છંદોગાનની સાથે, એમાં વિવિધ અલંકારો દ્વારા થયેલાં કાવ્યાત્મક વર્ણનો, સ્થૂલિભદ્ર અને કોશાના હૃદયભાવોનાં નિરૂપણો, કોશાની વિરહવેદનાનું આલેખન, સમગ્ર કૃતિમાં જોવા મળતા અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ-આંતપ્રાસ, ઝડઝમક, લલિત કોમલ પદાવલિ, વાજિંત્રગાનનો નાદવૈભવ, રવાનુસારી શબ્દાવલિ – આ બધા દ્વારા આ કૃતિ કાવ્યકલાની દષ્ટિએ મહત્ત્વની છે. આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, અદ્યાપિપર્યત એ અપ્રગટ રહી છે. જુદાજુદા છંદવાળી કેટલીક કડીઓ જોઈએ :
લીલાવતી છંદ ‘ચાલઈ ચમકતઉં, ઘમઘમયંતી, રમઝમકંતઉ, ઠમકતલ, રૂડઉ દીસંતઉ, મુખિ બોલતઉ, હીઈ હીંસંતઉ, રીંનંતક, લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ, પુણવીતલિ પડતઉ, પુત્ર આખડતલ, ન રહઈ રડતલ, ઠણકંતઉ.”
વૃદ્ધનારાજ છંદ ‘ચદંતિ મોર ચિત્તચોર હાવભાવ મંડએ, જુવત્તિ મત્તિ રત્તચિત્ત હત્યિ નકિખ ખંડએ, અનંગરંગ અંગ અંગ કોટિ વેશિ દલ્મએ, કડન્મ-ચલ્મ તીર તિકખ તિખિ તિમ્બ મુક્કએ’
મુત્તાદામ છંદ ‘ઝબક્કઈ વીજ, ચબક્કઈ ચાલ, ટલક્કઈ ટોલ, ખલક્કઈ ખાલ, ભડક્કઈ ઢોર, કડક્કઈ ઝાડ, ધડુક્કઈ મેહ, ફડક્કઈ તાડ.”
આ સહજસુંદર કવિને નામે ૧૪ કડીનો સરસ્વતી માતાનો છેદ પ્ર) મળે છે, જે હકીકતે “ગુણરત્નાકરછંદ-અંતર્ગત સરસ્વતીની સ્તુતિની આરંભની ૧થી ૧૪ કડી છે. પણ આટલા કાવ્યાંશની અલગ હસ્તપ્રત થઈ હોઈ એ જુદી કૃતિ તરીકે ગણાઈને પ્રકાશિત થઈ છે. “ગુણરત્નાકરછંદનું રચના વર્ષ સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬ મળતું હોઈ આ કૃતિનું રચનાવર્ષ પણ એ જ ગણવું જોઈએ.
આ કૃતિમાં ૧થી ૫ કડી આય છંદમાં, ૬થી ૯ કડી બેઅક્ષરી આયમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org