________________
બીજો અધિકાર / ૨૧૩
છંદ લીલાવતી યૌવનરસ જાગ્યઉં, આવી લાગઉં, વાધઈ ત્રાગઉ, મોહ તણઉ, ઘરિ ખાણઉપીણલું, વલી સુકુલી અણઉં, નર લાખીણઉ, સહિસગુણઉં, મોટ6 પરતાપી, માયા વ્યાપી, સજલ તાપી વહઈ જિસી,
જોઈ હરિશંખી, થયઉ કેની પોપટ પંખી રમાઈ રસી. ૨૭ ગદ્યાનુવાદ : યૌવનરસ જાગ્યો. આવી લાગ્યો. મોહનો ત્રાગો (દોર) વધે છે. ઘરમાં ખાણીપીણી ચાલે છે. વળી સહસ્ત્ર ગુણવાળો સુકુલીન લાખેણો નર છે. તે મોટો પ્રતાપી છે. (તેને) એવી માયા વ્યાપી કે જાણે પાણીથી ભરપૂર તાપી નદી વહે છે. હરિણાક્ષી (સ્ત્રી)ને જોઈને એ ફળની આકાંક્ષાવાળા પોપટ પંખી જેવો થયો જે રસથી રમે છે. વિવરણ : છેલ્લી પંક્તિમાંનું વર્ણન ધ્યાન ખેંચે છે. યૌવનરસ જાગ્રત થયેલા
સ્થૂલિભદ્રની વાત ગર્ભિત રીતે ફલાકાંક્ષી બનેલા પોપટ પંખીના ચિત્રથી થતાં સમગ્ર અભિવ્યક્તિ રસાળ અને મનોરમ બની છે.
છેલ્લા શબ્દ “રસી'ને સ્થાને “શી” પાઠ પણ મળે છે. એ વધુ બંધબેસતો લાગે. પરંતુ એક જ પ્રત એ પાઠ આપતી હોઈ એનો ટેકો અલ્પ ગણાય. પાઠાંતર : ૨૦, ગ, સુ છંદનું નામ નથી ઇ, ચાલિ ૪, ૮, ૪ દ = ત્રિભંગી છંદ. ૧. યોવનિ જસ ટુ યૌવન્ન (યૌવનરસને બદલે); ઇ લાગુ (જાગ્યને બદલે
સુજાગુ, ઇ ત્રાગઇ; ; પ્રેમ (મોહાને બદલે). ૨. ૮ વરિ (વલી’ને બદલે). ૪. જ જૂઇ, ર૦, લપંખી ટ ફિરપંખી; ૪ રઇ (“રમ” ને બદલેન ઈશી (“રસીને બદલે).
મનતરુઅર છેદઈ, વેધક વેધઈ, ભામિનિ ભેદઈ, ભાવ કરી, ચાહઈ ચતુરાઈ, નારિ પરાઈ, કામકલાઈ ગઈ ખરી, બાવત્રા ચંદન, કેસર–છટન, સરમઉ અંજન સોહ ચડઈ,
મુગતાલહારા, ઉરિ સિણગારા, સવિ સંસારા મોહિ પડઈ. ૨૮ ગદ્યાનુવાદ : (ધૂલિભદ્ર) પોતાના ) મન-તરુવરને છેદે છે. તે રસિક (અન્યોને) વીંધે છે. ભાવ કરીને ભામિની (સ્ત્રી)ને ભેટે છે. ચતુરાઈને ઇચ્છે છે – પસંદ કરે છે. ખરે જ, કામકલાને લીધે પરાયી નારી ગમે છે. બાવનાચંદન (નો લેપ), કેસરનું છાંટણ, સુરમાનું આંજણ શોભા વધારે છે. મુક્તાફલહાર, ઉર પરનો શણગાર (જોઈ) સારોયે સંસાર મોહમાં પડે છે. વિવરણ : પહેલી અને બીજી પંક્તિના અન્વયાર્થ બહુ સ્પષ્ટ થતા નથી. પાઠાંતર ઃ ૧. ૩ ધરી (કરીને બદલે). ૨. ર કામ લગાઈ. ૩. ગ બાવડ્યું. રવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org