SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ગદ્યાનુવાદ : મુખ ચંદ્ર સરખું, અરીસા જેવું છે. પાંચ વર્ષનો થયો ત્યારે હરખભેર એને નિશાળે મૂક્યો. ત્યારે માતા એનું) રૂપ નિહાળે છે અને ફૂલની પેઠે પુત્રને પંપાળે છે. મૂળથી જ તે બુદ્ધિવાળો છે. કુમતિ એને ગમતી નથી. વિદ્યા ગમે છે અને બધી જ વિદ્યા) તે ભણે છે. અક્ષરલિપિ શીખે છે. બાળપણમાં પણ સરખેસરખા સાથમાં લાયકને પરખી લે છે. પાઠાંતર: ૧, ૩, ૪ જિમ આરીસુ. ૨. ૪પૂત (“સુત’ને સ્થાને); ૪ સભાલ (“સંસાલઈને સ્થાને); રવ વિવહ પરિ (‘ફૂલ પરે'ને સ્થાને). ૩. રવ સમુતી. ૪. , ટ સાવ (સાથીને સ્થાને); ૩ “સાથ સરીખઈ નથી; ઇભાઇ પરીખઈ સંઘ સરીખાં ('સાથ સરીખઈ પાત્ર પરીખઇ ને સ્થાને); ૨૪ પાત્ર પરીખઈ નથી; ટ છેલ્લે ચરણ : “રહિક નિરીખ બાલપણિ'. ૪ અને પ્રતમાં આ કડી ૨૨મી. દૂા ભણી ગણી પોઢઉ થયઉં, મોટઉ મરડ મુછાલ નાન્યપણહું તે વીસર્યઉં, દિવ મંડઈ જંજાલ. ૨૪ ગદ્યાનુવાદ : ભણીગણીને તે પરિપક્વ થયો. મોટો, ગર્વીલો, મુછાળો યુવાન) બન્યો. બાળપણને તે વીસર્યો; હવે તે સંસારની) જંજાળ આદરે છે. પાઠાંતર : ૧. ગ, પઢી ગણી; ર મરટ. ૨. ૪ તવ (હિવાને બદલે); ર૪ માથંલ ગ. ૩, ૪ માંડિઉં ઇ મંડિ , ટ મંડ્યો છે, ક મંડઉ. બાલપણા સરિખઉં ભલઉં અવર નહીં સંસારિ, જવ યૌવન આવી મિલઈ, તવ ભેદઈ નરનારિ. ૨૫ ગદ્યાનુવાદ : આ સંસારમાં બાળપણ જેવું રૂડું અન્ય કાંઈ નથી. જ્યારે યૌવન આવી મળે છે ત્યારે તે નર અને નારીને ભેટે છે – પીડે છે. વિવરણ : યૌવનની સાહજિક અસરો. (કડી ૧પથી ૨૭) પાઠાંતર : ૧. ર4 બાલપણિ ૪ પાલાપણ આ બાળપણમાં ૪ વાલપણા; ૪ ભણું (‘ભલઉં ને બદલે). તેહ જ હત્યા તેહ જ પય, તેહ જિ નયન વદત્ર, પણિ કાંઈ કણ સંચરઈ, ચતુર કરઈ યૌવત્ર ૨૬ ગદ્યાનુવાદ: તે જ હાથ અને તે જ પગ. તે જ આંખ ને મુખ. પણ કશાક એવા સત્ત્વનો સંચાર થાય છે જે યૌવનને ચતુર કરે છે. પાઠાંતર : ૨. ઇ કાંઈક કારિય; ટ કિર્ણિ; ટ ન સંચરે. ૨૧૨ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy