SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં જુઓ “ચવઉ” ક્રિયારૂપ. પાઠાંતર : ૨, ૪ માનભવ; શ કરે ૩ જિમ ચંદ. પૂરવ દિશિ જિમ ઊગીલ, શ્રી સૂરિજ સુવિશાલ, તિમ માતા-ઉરિ ઊપનઉ, લીલાવંત ભૂઆલ. ૬૪ ગદ્યાનુવાદ : પૂર્વ દિશામાં જેમ સુવિશાળ સૂર્ય ઊગ્યો તેમ માતાના ઉદરે લીલાવંત ભૂપાલ જમ્યો. પાઠતર : ૧, ૨, ૩, ૪, ૪ યમ (જિમ ને બદલે). ૨ તિ (‘તિમાને બદલે). - લઘુ બંધવ બીજઉ વલી, શિરીઉ હસ્યાં સુજાણ, વિલસીનઈ વિરમઈ જિ કે, તેહનઉં કરું વખાણ. ૬૫ ગદ્યાનુવાદ : વળી એક બીજો ડાહ્યો (સમજદાર) નાનો ભાઈ શ્રીયક પેદા થશે. ભોગવિલાસ ભોગવીને જે વિરક્ત થયા તેમનું વર્ણન કરું છું. વિવરણ; પહેલી પંક્તિ શ્રીયક વિશે, પણ બીજી પંક્તિમાં યૂલિભદ્રનો સંદર્ભ છે. પાઠાંતર : ૧. ૨૩, ઘ, , ૩, ૪, ૮ સમાણ (‘સુજાણને બદલે). હવઈ ઉચ્છવ પુત્ર જ તણા કરસ્યાં પિતા પવિત્ર, તે જે કૌતુક હોઇમ્ય જીસ્વઈ લોક વિચિત્ર. ૬૬ ગદ્યાનુવાદઃ હવે પિતા પુત્રના પવિત્ર ઉત્સવ કરશે. તેનાં જે ભાતભાતનાં મનોરંજનો - તમાશા થશે તે લોક જોશે. પાઠાંતર : ૧. હિવે જન્મમહોચ્છવ પુત્રના, ન પુત્રહ તણા; 1 જ નથી. ૨. છે તે જોવા (“તે જેને બદલે). ઘરિ મંડાણ હસ્ય ઘણા, ગુણ ગાસ્ય) નરનારિ, ભોગવચ્ચઇ ભોગીપણઉં, તે બીજઈ અધિકારિ. ૬૭ ગદ્યાનુવાદ: ઘેર ઘણી તૈયારીઓ થશે. નરનારીઓ (એના) ગુણ ગાશે. તે (સ્થૂલિભદ્ર) ભોગીપણું ભોગવશે તે વાત બીજા અધિકારમાં કહેવાશે. પાઠાંતર : ૧. ઘણું ૨ ૪ ભોગી ભમર (ભોગીપણઉને બદલે) , ૮ ભોગી પ્રિય નીર થકી જિમ કમલ, દસઈ દિસિ મૂકઈ વાસી, વઈ ગુહિર નીસાણ, લોક તિહાં મિલઈ તમારી જનમ તણી અધિકારિ એક અખ્યાણાં લ્યાવઈ, ધવલ મંગલ થઈ રાસ, નારિ-નર મલી વધાવઈ, ૨૦૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy