________________
પહેલો અધિકાર / ૨૦૧ તો 'જ્વાળા સળગાવે છે' એમ અન્વય બેસે છે.
પૂરીને જ્વાળાના વિશેષણ તરીકે પણ લઈ શકાય. પાઠાંતર ઃ ૧. ૪ વલી માલા (કરિ ઝાલા'ને બદલે). ૨. ન રિપુના (‘વયરી'ને બદલે; ૪ હણે તતકાલા.
રાજા નંદ સુખી સદા, ગુણમણિરયાણકરંડ,
હયગયરથપાયકધણી, પાલઈ રાજ અખંડ. ૬૦ ગદ્યાનુવાદ : નંદરાજા સદા સુખી છે. તે ગુણ રૂપી મણિરત્નોનો કરંડિયો છે. ઘોડા, હાથી, રથ અને પાયદળનો તે ધણી રાજ્યનું અખંડ પાલન કરે છે. પાઠાંતર : દુગ્ધઘટા છંદ. ૨ $ ઘણા (ધણી'ને સ્થાને). પાઠચર્ચા : 8 સિવાયની બધી પ્રતો “ઘણાને સ્થાને “ધણી' પાઠ આપે છે. વસ્તુ સંદર્ભમાં એ યોગ્ય રીતે બંધબેસતો થતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે.
મંત્રીસ્વર માહે મૂલગઉ મહિંત શ્રી શગડાલ
લાછલદે લિખિમી કિસી ઘરની ઘરિ સુકમાલ. ૬૧ ગદ્યાનુવાદ : મંત્રીશ્વરોમાં મુખ્ય શ્રી શકટાલ મહેતા છે, જેને લક્ષ્મી સમી લાછલદે નામે સુકુમાર ગૃહિણી ઘેર છે. પાઠાંતર : ૧, ૩, ૪ વલી (“શ્રી”ને સ્થાને). ૨ ૩ લાછલદેવી; ગ..ઘર ઘરણી , ૩ ઘરિ ઘરણી; ગ સુવિઘલ ૨, ૪, ૫, સુ સુકુમાલ.
પદમિનિ પદમસરોવરÒ, કત કરઈ જલકેલિ,
સ્વાતિ નક્ષત્રઈ સીપ જિમ, ગરમ ધરઈ તિમ હેલિ. ૬૨ ગદ્યાનુવાદ : પદ્મસરોવરમાં પદ્મિની (કમલિની)ની જેમ એ પ્રિયતમ સાથે જલક્રીડા કરે છે, અને સ્વાતિ નક્ષત્રમાં છીપની જેમ તે તત્કાલ ગર્ભ ધારણ કરે છે. પાઠતર : ૧. ગ પ્રીતિ (‘પદમ'ને બદલે); $ જલગેલિ ગ ગુણગેલિ. ૨. ટ નક્ષત્રહ; ટ ધરિ જિમ હેલિફ ટ તેણઈ મેલિ (તિમ હેલિ'ને બદલે).
દેવ તણી રિધિ ભોગવી, જાણે ચવીહ સુરિંદ,
માનવભવ અજૂઆલિવા, પૂનિમન કરિ ચંદ. ૬૩ . ગદ્યાનુવાદ : દેવની રિદ્ધિ ભોગવી, માનવભવ અજવાળવા માટે પૂનમના ચંદ્રની જેમ જાણે દેવેન્દ્ર મનુષ્યગતિમાં (ગર્ભમાં) આવ્યા. વિવરણ : અહીં “સુરિંદ' = દેવેન્દ્ર, ઈન્દ્ર, સુરેન્દ્ર એવો અર્થ હોવાનું જણાય છે. ઉભેક્ષા અલંકારમાં અહીં સ્થૂલિભદ્રના ઉપમાન તરીકે ‘સુરિંદ' શબ્દ છે. - જીવ દેવગતિમાંથી મનુષ્ય કે તિફ અવતારમાં આવે તેને “ચ્યવન' કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org