________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૩ આ પરદેશી રાજાને શ્રાવસ્તી નગરીના રાજા જિતશત્રુ સાથે મૈત્રી હોવાથી એક દિવસ રાજાએ મંત્રી ચિત્રસારને કીમતી ભેટ સાથે રાજા જિતશત્રુ પાસે મોકલ્યો. મંત્રીએ શ્રાવસ્તી પહોંચીને જિતશત્રુ રાજાને પરદેશી રાજાની ભેટ અર્પણ કરી. રાજાએ પણ તેનો સારો આદરસત્કાર કર્યો. ચિત્રસાર મંત્રીના શ્રાવસ્તી નગરીના રોકાણ દરમિયાન ત્યાં કેશી ગણધર નામના જૈન સાધુ પધાય. મંત્રી સાધુની વાણીથી પ્રભાવિત થયો અને તેમને પોતાના રાજ્યમાં પધારવા આમંત્રણ આપ્યું. પણ કેશી ગણધર પરદેશી રાજાના અધર્મને જાણતા હોઈ પહેલાં તો ઇનકાર કર્યો પણ મંત્રીનો ખૂબ આગ્રહ થતાં આમંત્રણ સ્વીકાર્યું.
થોડા સમય પછી મંત્રી શ્વેતવતી નગરીમાં પાછો ફર્યો. કેટલેક સમયે કેશી ગણધર ત્યાં વિહાર કરતા આવ્યા. ચિત્રસારે એમનું સ્વાગત કર્યું, અને પરદેશી રાજાને, કંબોજ દેશના ઘોડાઓની પરીક્ષા કરવાના નિમિત્તે યુક્તિ કરીને, કેશી ગણધર પાસે લઈ ગયો. સાધુ અને રાજા વચ્ચે ધર્મવિવાદ થયો. અંતે પરદેશી રાજાએ સાધુવાણીથી પ્રભાવિત થઈને જૈન ધર્મનો સ્વીકાર કર્યો.
રાણીને પતિના જિનધર્મના સ્વીકારની વાત ન રુચતાં પિતા વિરુદ્ધ પુત્રને ઉશ્કેરવાનો એણે પ્રયત્ન કર્યો. પણ પુત્ર એમાં સંમત ન થતાં, રાણીએ જાતે રાજાને વિષમિશ્રિત આહાર આપ્યો. રાજા રાણીને ક્ષમા આપી મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો.
આ કૃતિમાં ક્વચિત્ અલંકારસમૃદ્ધિ જોવા મળે છે. ઉદાહરણ તરીકે કેશી ગણધર પરદેશી રાજાના અધર્મને કારણે મંત્રી ચિત્રસારની વિનંતી સ્વીકારતા નથી, ત્યારે મંત્રી સાધુના આગમનથી અધર્મને સ્થાને પણ કેવો ધર્મ પ્રગટશે અને ગુણલાભ થશે એ વાત ઉપમાઓ દ્વારા રજૂ કરે છે.
“ભૂપ રહિઉ મદ-કાદવિ લૂંકી, હું જાણઉ વલયઈ તુહ થકી, વંધ્યાન) જિમ પ્રગટઈ ગાભ હોસઈ ધર્મ અને ગુણલાભ. જિમ ગત-વીરિજ હુઈ સકામ, કુબજા રૂ૫ લહઈ અભિરામ,
અંધ તણાં જિમ વલઇ સુનેત્ર, ઊષર સફલ હુઈ જિમ ખેત્ર.”
પરદેશી રાજા અને કેશી ગણધર વચ્ચેના ધર્મવિવાદ નિમિત્તે બન્ને પાત્રો વચ્ચેના સંવાદમાંથી બંનેનો વ્યક્તિત્વભેદ પણ સારી રીતે પ્રગટ થયો છે.
• શુકરાજ | સુડા સાહેલી રાસ / પ્રબંધ
કવિ સહજસુંદરની પ્રકાશિત કૃતિઓમાં સૌથી વધુ રસિક અને લૌકિક કથાવસ્તુ આલેખતી આ એક કથાકૃતિ છે. દુહા-ચોપાઈમાં રચાયેલી આ કૃતિનું રચનાવર્ષ પ્રાપ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org