________________
રે હિયડા તુઝ સીખ દિઉં, નીઠુર સિલું મન વાલિ, તરૂઅરથી ફૂલ જે ખરા, તે કિમ બસઈ ડાલિ.”
પોથ્રિલા જ્યારે સંયમમાર્ગે જવા તેતલિપુત્ર પાસે અનુજ્ઞા માગે છે ત્યારે પત્ની માટેની એની ઉત્કટ સંવેદનાની અભિવ્યક્તિ ચિત્રાત્મક બની છે :
પગ ભરતાં ઘરિ મુહ મોડતી તે પાલી પલચઈ કિમ સતી'
દુખ હતું વેણી ઉહલતાં તે કિમ લોચ હસ્યાં હાંસતાં. • ઈરિયાવહી વિચાર રાસ
૮૭ કડીની આ બોધાત્મક કૃતિ છે. જેન ધર્મમાં એકેન્દ્રિય જીવોથી માંડી પંચેન્દ્રિય જીવો પ્રત્યે મન-વચન-કર્મથી થતી હિંસાને ત્યજવાની સૂક્ષ્મ વિચારણા થયેલી છે. અહીં પણ એકેન્દ્રિય જીવોથી માંડી પંચેન્દ્રિય જીવો પ્રત્યે રસ્તે ચાલતાં થયેલી વિરાધના પાપકર્મ – આશાતના) માટે ક્ષમાયાચના – પ્રાયશ્ચિત કરવા માટેનો કવિનો પ્રતિબોધ છે. મધ્યકાળમાં એક બાજુથી જેમ કથા-વાતરચનાઓ રાસ' સંજ્ઞાથી ઓળખાઈ છે તેમ ધર્મોપદેશ કરતી કેવળ બોધપ્રધાન રચના પણ ‘રાસ' સંજ્ઞાથી ઓળખાઈ છે એનું આ કૃતિ એક ઉદાહરણ છે.
રાજગૃહીમાં પધારેલા મહાવીર પ્રભુની મીઠી વાણી સાંભળવા ભરાયેલી બાર પર્ષદામાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ બેઠાં છે. ત્યાં વીરપ્રભુના મુખ્ય ગણધર ગૌતમ મહાવીરને ઇરિયાવહી વિચાર અંગે (રસ્તે ચાલતાં વિવિધ જીવોની થતી વિરાધના અંગે) પ્રશ્ન કરે છે ને મહાવીર એનો પ્રત્યુત્તર આપે છે એ રીતે આ કાવ્યની રજૂઆત છે.
• પરદેશી ( = પ્રદેશી) રજાનો રસ
૨૧૨ કડીની, માનવીનાં શુભાશુભ કર્મોનાં ફળને નિરૂપતી, પરદેશી રાજાના અધર્મમાર્ગમાંથી ધર્મમાર્ગ પ્રતિના હૃદયપરિવર્તનની આ કથા છે. આ કૃતિના છેડે રચનાવર્ષ અપાયું નથી. કવિએ મુખ્યત્વે દુહા-ચોપાઈમાં કથાને પ્રયોજી છે. તે ઉપરાંત વિવિધ ઢાળોને પણ ઉપયોગમાં લીધી છે. જૂજ સ્થાનોએ આલંકારિક વર્ણનો અને કાવ્યાત્મક અંશોના અપવાદ સિવાય એકંદરે વાર્તાકથન સીધેસીધું ગતિ કરતું જોવા મળે છે.
શ્વેતવતી નગરીમાં પરદેશી રાજા રાજ્ય કરતો હતો. તે કર્મફળને નહીં માનનારો, અધર્મી. ભોગવિલાસી અને જુલમી રાજા હતો. તેની પત્નીનું નામ રવિકતા અને પુત્રનું નામ સુરકંત હતું. તેનો મંત્રી ચિત્રસાર કાબેલ અને નિપુણ હતો.
૧૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org