________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૧ રાજા કનકરથને રાજ્ય ભોગવવાની આસક્તિ એટલી તીવ્ર હતી કે એ પોતાના જન્મેલા પુત્રોને પણ પોતાના હરીફ ગણી, એમને વિકલાંગ બનાવી દેતો. રાણી રાજાની આ આદતથી ખૂબ વ્યથિત રહેતી અને યોગ્ય પિંડદાન કરી શકનાર અને રાજવારસો શોભાવી શકનાર સુપુત્રની ઇચ્છા હંમેશાં રાજા આગળ પ્રગટ કરતી. પણ રાજા રાણીની વિનંતીને ઠુકરાવતો. આથી રાણીએ તેતલિમંત્રીની સાથે વ્યવસ્થા ગોઠવી પુત્રના ગુપ્ત ઉછેર માટે વિચાર્યું. રાણી અને મંત્રીપત્ની બંને સાથે સગર્ભા બનતાં મંત્રીને એ તક મળી. પોટ્ટિલાને જન્મેલી મૃત બાળકી રાણી પદ્માવતી પાસે મૂકી દીધી, અને રાણીને જન્મેલો કુંવર પોટિલાને સોંપ્યો. મંત્રીએ રાજકુંવરનું નામ મકરધ્વજ
પાડ્યું.
સમય જતાં તેતલિપુત્રને પોટ્ટિલા અપ્રિય થઈ પડી. એક દિવસે સાધ્વી સુવ્રતાનું નગરમાં આગમન થતાં પોલ્ફિલાએ સાધ્વીજીને, પતિપ્રેમ પુનઃ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછડ્યો. સાધ્વીના સદુપદેશથી પોટિલાએ દીક્ષા માટે પતિની અનુજ્ઞા માગી. તેતલિપુત્ર ભવિષ્યમાં પોતાને કેવલ પ્રરૂપિત ધર્મનો આદેશ આપવાની શરતે દીક્ષા માટે સંમતિ આપી. રાજા કનકરથનું મૃત્યુ થતાં મકરધ્વજ ગાદીએ બેઠો. તેતલિપુત્ર વૈભવની છોળોમાં સુખચેનનું જીવન ગુજારવા લાગ્યો. પોટ્ટિલાએ એને બોધ પમાડવા અને એનો મદ ઉતારવા મકરધ્વજને એનાથી વિમુખ કર્યો. રાજા વિમુખ થતાં બધાંથી મંત્રી તિરસ્કૃત થયો. પોઠ્ઠિલદેવે હાજર થઈ એને સંયમમાર્ગ ચીંધ્યો. તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવ સાંભર્યો અને શુભયોગે કર્મક્ષય થતાં એણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. મકરધ્વજે પણ તેતલિપુત્ર પાસે આવી ક્ષમાયાચના કરી સંયમધર્મ અંગીકાર કર્યો.
આ કૃતિમાં કથા ઝડપથી ગતિ કરે છે. ક્રમશ: પોટ્ટિલા, તેતલિપુત્ર, મકરધ્વજ સંયમનો માર્ગ સ્વીકારે છે. કૃતિનાં કેટલાંક સ્થાનો કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. ક્યાંક પાત્રરેખાંકન, પાત્રનું મનોમંથન, પાત્રના હૃદયભાવોનું નિરૂપણ સુખપણે થયેલું જોઈ શકાય, તો ક્યાંક વર્ણનો પણ આલંકારિક બન્યાં છે. વિકલાંગ સંતાનનું ચિત્ર કવિ આ પ્રમાણે આપે છે :
પાંખ વિહુણા પંખીઆ જિમ ઝુરઇ દિનરાતિ,
સુત ઝુરઈ તિમ તાહરા, કાંઇ વિલંધ્યા તાતિ.” તેતલિમંત્રીની પોટિલા તરફની પ્રીતિઓટનું ચિત્ર જુઓ : “જિમ ચૂડી ચટલું તંબોલ, કુકમ કેસરનું જિમ રોલ,
જનમ લગઈ ન રહઈ જિમ રંગ, નરનારિ તિમ થયું કુ-રંગ.” પતિનો પ્રેમ ઓસરેલો જોઈ પોટિલા પોતાના મનને સમજાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org