SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પત્નીઓ પોતાને ન ત્યજવા વિનવે છે. તેઓ કહે છે : યૌવન-સરોવર ઊલટઈ, પ્રીયડા બંધન પાલિ, નારિ નિરાસ ન છોડીઇ, જિમ જલ વિણ તડાલિ.” પછી બધી નારીઓ પ્રશ્ન કરે છે કે “અમને ટાળીને તું કઈ અનુપમ નારીને વરવા ઇચ્છે છે ?” ત્યારે બૂસ્વામી ઉત્તર આપે છે કે, “મોક્ષનગરના રાજાની અપ્સરા જેવી કુંવરી મુક્તિ છે. એ બાલકુમારીને અમે પરણશું.’ કમલિનીની ઉપમા આપીને આ મુક્તિસુંદરીને વર્ણવતાં કવિ લખે છે : “તુરણી તે કમલિણિ જિસી સરસ સુગંધ સુવાસ, પુરુષભમર વેધ્યા મરઇ ક્ષણહ ન છોડઈ પાસ. તેહ સિવું ગુણરસ ગોઠડી જે એક વાર કરંતિ, વેધ વિધૂંધુઉ ભમરલુ પાછલે તે ન વલંતિ.” આ રીતે કવિ અહીં નારીઓના વિરહનિરૂપણમાં ક્વચિત્ ભાવોત્કટતા આણે છે, તો મુક્તિવધૂના આલેખનમાં વર્ણનશક્તિનો ચમકાર દાખવે છે. કવિનાં વર્ણનો આલંકારિક અને ચિત્રાત્મક બન્યાં છે. જેમકે – “આક તણાં ફલ કુંણ ભખઈ, જિણિ હો ચાખ્યા અંબ' (જેણે એક વખત કેરીનો સ્વાદ લીધો હોય, પછી આકડાના ફળને કોણ ખાય ) જેવી દાંતાત્મક પંક્તિઓ અહીં છે. - વિવાહલાની ઢાળમાં કવિ જંબુસ્વામીનાં ધ્યાન-તપ-સંયમને વિવાહમંગલના રૂપકથી વર્ણવે છે. જેમકે –. નવ તત્ત્વ પુણ્ય વિશેષતા એ પકવાન ભલી પરિ નીપના એ, આઠ કર્મ ઇંધણ ચઢઈ એ, સુભ ધ્યાન તણા ધાન ઉલટઈ એ.’ અઢાર સહસ્ત્ર શીલાંગનો રથ, ચતુર્વિધ સંઘનું સાજન, કેવળજ્ઞાનનો ઘોડો, પંચમહાવ્રતનાં છત્ર – આ બધા સમેત જોડાયેલી જાન મોક્ષનગરી જઈને ઊતરી. આ મુક્તિવધૂને વરીને કાવ્યનાયકનો જન્મમરણનો ભય ટળ્યો. • તેતલિમંત્રીનો રાસ ૨૬૦ કડીની આ કથાત્મક રચનામાં અવાંતરે ચોપાઈ અને દુહા-છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કવિ શસ' સંજ્ઞાથી ઓળખાવાયેલી આ કથાકૃતિનો સરસ્વતીની સ્તુતિથી પ્રારંભ કરે છે. સંયમમાર્ગે વળવાનો ઉપદેશ આપતી આ એક ધર્મરંગી કથા છે. તેતલિપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેતલિપુત્ર એક સુવર્ણકારની પુત્રી પોટ્ટિલાના દેહસોંદર્યથી આકર્ષાઈને એની સાથે લગ્ન કરી સુખમાં દિવસો વિતાવવા લાગ્યો. ૧૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy