________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૯ રાસકૃતિઓઃસં નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૧૮. શાલિભદ્ર સઝાય અથવા ધન્ના શાલિભદ્ર સ»ય : ૧૭ કડીની શાલિભદ્રના ચરિત્રને સંક્ષેપમાં રજૂ કરતી સઝાયરચના. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ), મોટું સઝાયમાળા તેમજ અન્ય સંગ્રહોમાં ગ્રંથસ્થ છે.
૧૯. કાયાપુર પાટણની સઝાય : ૬ કડીની બોધાત્મક સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. “શ્રી સઝાયમાલા” ભા. ૧ પ્રકા. શ્રાવક ખીમજી ભીમસિંહ માણેક)માં ગ્રંથસ્થ
૨૦. નિંદાવાક સઝાય : ૬ કડીની બોધાત્મક સઝાયકૃતિપ્રગટ થઈ છે. આ કૃતિ “સઝાયમાલા' (લલ્લુભાઈ કરમચંદ) તથા અન્ય સંગ્રહોમાં ગ્રંથસ્થ છે.
૨૧. નંદ્યાની સ્વાધ્યાય : ૫ કડીની બોધાત્મક સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ) તથા “સક્ઝાયમાલાસંગ્રહમાં ગ્રંથસ્થ છે.
૨૨. સ્થૂલિભદ્ર સ્વાધ્યાય : ૯ કડીની, સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ'(સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૨૩. કોશ્ય-ગીતઃ ૭ કડીની “સ્થૂલિભદ્ર-સ્વાધ્યાયને લગભગ મળતી આવતી લઘુકૃતિ પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદમાં ગ્રંથસ્થ છે.
૨૪. અમકુમારરાસ - ૨૫ સાધુગુણમાળા : આ બન્ને કૃતિઓનો “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પુસ્તકમાં માત્ર ઉલ્લેખ જ મળે છે.
૨૬. વ્યાકરણ પ્રથમ પાદ : આ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ કવિ સહજસુંદરે સે. ૧૫૮૧માં આસો સુદ ૧૪ને મંગળવારે લિપિબદ્ધ કર્યો છે. કૃતિ અપ્રગટ છે.
પ્રગટ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય • જબૂસ્વામી અંતરંગ રાસ / વિવાહલો
૬૪ કડીની, રા/વિવાહલો બન્ને સ્વરૂપનામોથી ઓળખાવાયેલી જંબૂસ્વામીના મુક્તિવધૂ સાથેના વિવાહને નિરૂપતી આ રચના છે. કૃતિના અંતમાં રચનાવર્ષ પ્રાપ્ત નથી. પણ ગુજરાતી સાહિત્યકોશેએનો સમય ઈ.૧૫૧૬/સં.૧૫૭૨ હોવાનો નિર્દેશ કર્યો છે.
વિરક્તિભાવમાં જેમનું ચિત્ત ચોહ્યું છે એવા જંબુસ્વામીને એમની આઠેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org