SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિનું રસિક કથાનક આ પ્રમાણે છે : ઉજ્જયિની નગરીમાં મકરકેતુ રાજા રાજ્ય કરતો હતો. રાણીનું નામ સુલોચના હતું. એમને ત્યાં સરસ્વતીના અવતાર સમી પુત્રીનો જન્મ થયો. એનું નામ સાહેલી પાડ્યું. સમય જતાં કુંવરી યૌવનકાળમાં પ્રવેશી. એક રાતે, સાહેલીએ એવું સ્વપ્ન જોયું કે જાણે વિદ્યાધરપુરીમાં જઈને એણે એ નગરીના મદન રાજાના શુકરાજ નામના પુત્ર સાથે અનેક ક્રીડાઓ કરી. પ્રાતઃકાળ થતાં જ સ્વપ્ન અદશ્ય થયું. પણ સ્વપ્નમાં માણેલો શુકરાજનો સંગ તે વીસરી શકી નહીં. વિરહવ્યથાને કારણે એની સુકોમળ કાયા કરમાવા લાગી. જીવનમાં એને કોઈ રસ રહ્યો નહીં. એની આ સ્થિતિ જોઈ એની સખીઓ સાહેલીને આનું કારણ પૂછે છે. સાહેલીએ સખીઓને પોતે સ્વપ્નમાં શુકરાજ સાથે માણેલા પ્રણયની વાત કરી, અને હવે પોતે શુકરાજ સિવાય અન્ય કોઈને નહીં પરણે એવો સંકલ્પ જાહેર કર્યો. - સખીઓએ યુક્તિ કરીને સાહેલીના રૂપગુણની અને શુકરાજ સાથેના સ્નેહની વાત દેશવિદેશમાં ફેલાવી. સાહેલીની આવી પ્રશંસા શુકરાજને કાને પહોંચતાં એને પણ સાહેલી પ્રત્યે આકર્ષણ થયું. સ્વપ્નમાં પોતાના પ્રત્યે સ્નેહાસક્ત બનનાર યુવતીને મળવાનો અને એની સાથે લગ્ન કરવાનો એણે નિધરિ કર્યો. શુકરાજ વિવિધ રૂપપલટા કરતો, સૂડાનું રૂપ ધારણ કરી સાહેલીની નગરીમાં આવી પહોંચ્યો. મનુષ્યવાણીમાં ગાથાસમસ્યાઓ બોલતા આ પોપટને જોઈ સાહેલી આનંદિત બની. એણે પોપટનો પરિચય પૂક્યો. પોપટે જણાવ્યું કે પોતે વિદ્યાધરપુરીનો રાજકુંવર હતો અને વિદ્યાના પ્રતાપે દેશવિદેશોમાં ફરતો હતો. તેની મનભાવન પત્ની તેનાથી રિસાઈને ચાલી ગઈ હતી. તેને શોધતો છેવટે તે સાહેલીની રૂપગુણપ્રશંસા સાંભળી અહીં આવી પહોંચ્યો છે. રાણીએ પોપટની આવી વાતો સાંભળી એને આ મહેલમાં રહેવા સૂચવ્યું. સાહેલીને આ સૂચન ગમ્યું. સૂડા માટે રત્નજડિત પાંજરું લાવવામાં આવ્યું. સાહેલી સૂડાના સાનિધ્યમાં પોતાનો સમય વિતાવવા લાગી. એક દિવસ સાહેલીએ પોતાની સ્વપ્નકથા સૂડાને કહી સંભળાવી. અને શુકરાજને મેળવી આપવામાં એની સહાય માગી. સૂડાએ કહ્યું કે જેને નજરે જોયો જ નથી એના અનુરાગમાં દુ:ખી થવું ઉચિત નથી. આ સાંભળી સાહેલી નિરાશ થઈ, અને શકરાજ સિવાય કોઈની સાથે લગ્ન કરવાની નથી એ નિશ્ચય જણાવ્યો. સૂડાના વેશમાં રહેલા શુકરાજને સાહેલીના સ્નેહની દઢ પ્રતીતિ થતાં એણે પોતાનો સાચો પરિચય આપ્યો. પોતાનો મનમાન્યો શુકરાજ પોતે જ અહીં આવ્યો છે અને એ પણ પોતાના પ્રત્યે આસક્ત છે એ જાણી સાહેલી આનંદિત બની ગઈ. ૧૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy