________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૫ બન્ને પ્રેમીઓનું મિલન થયું.
પણ ખરી સમસ્યા હવે જ હતી. એક પંખી અને બીજું માનવી. બન્નેનું સાહચર્ય કેમ સંભવે ? પોપટ દુ:ખી હતો. કેમકે વિદ્યાધરી પત્નીના શાપને લઈને પોતે મનુષ્ય બની શકે તેમ નહોતો. એના પૂર્વકર્મનું આ ફળ હતું. સાહેલી પણ દુ:ખમાં દિવસો પસાર કરવા લાગી. તેવામાં એક દિવસ આકાશમાંથી દેવવાણી થઈ. એમાં જણાવાયું કે ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલા વનમાં બહુરૂપી નામે એક વૃક્ષ છે. એના રસમાં સ્નાન કરનાર પુરુષ બની શકે. સૂડો આ વાણીને અનુસર્યો અને તે વનમાં પહોંચી તે વૃક્ષના રસમાં સ્નાન કરી પુરુષરૂપ પામ્યો.
સાહેલી-શુકરાજનાં લગ્ન થયાં. અને વર્ષો સુધી વિવિધ સુખો ભોગવ્યાં. એક દિવસ વસંતઋતુમાં વિહાર કરતાં તે બંનેએ કાગડાને ત્યાં હંસીને રહેતી જોઈ, કામદેવની આણ જાતિ-કુજાતિનો વિવેક કેવો વીસરાવી દે છે એનું ભાન થતાં શુકરાજને વૈરાગ્ય પેદા થયો. તાપસ બની, વર્ષો સુધી તપ કરીને તે સ્વર્ગે ગયો.
જોઈ શકાશે કે પરદેશી રાજાનો રાસની તુલનામાં આ કૃતિનું કથાનક રસિક છે. તે ઉપરાંત દાંતોની પ્રચુરતાવાળાં અહીં વર્ણનો છે. સાહેલીનું રૂપસૌંદર્ય. એનું સ્વપ્નસુખ, એની વિરહાવસ્થા, પોપટ પંખીનું રૂપ ધારી રહેલા શુકરાજ સાથેની સાહેલીની પ્રીતિ વગેરેનાં આલેખનમાં શૃંગારરસ નિષ્પન્ન થયો છે. પોપટનું મનુષ્યમાં રૂપપરિવર્તન, આકાશવાણી જેવાં ચમત્કારી તત્ત્વોના વિનિયોગથી કથાનકમાં કૌતુકરસ ઉમેરાયો છે. અને એકંદરે કતિ આસ્વાદ્ય બની શકી છે.
અણગમતા અને અબુધ પુરુષને પનારે પડેલી નારીની સ્થિતિ કેવી હોય એનું કવિ એક સુંદર દષ્ટાન્તચિત્ર આપે છે તે જુઓ :
‘રતન લોહાર ઘરે જઈ પડિઉં, લોહડા સાથે લેઈ તે ઘડિઉં, ધમિધમિ કીઅલા ગુણ અંગાર, મૂરખ ધરિ એહવું અવતાર.” સહી એ સાંભલયો સુવિચાર, વાયસંગલિ ઘાલિઉ જિમ હાર, સખર અનોપમ મણિ ચૂનડી, કિમ સોભઈ તે કાદવિ પડી.' રત્નકુમાર / રત્નસાર ચોપાઈ | શ્રાવક પ્રબંધ
દુહા-ચોપાઈમાં તેમજ દેશીઓમાં રચાયેલી, ૩૦૮ કડીની ઈ.૧૫૨૬ (૩૦)/ સં. ૧૫૮૨(૬)માં રચાયેલી, મિત્ર સૂડાએ આપેલી વિદ્યાના બળે રાજકુમાર રત્નસારનાં સાહસ અને શૌર્યનાં કાર્યોને આલેખતી કથા છે.
રત્નસાર એ રત્નપુરીના રાજા રત્નાંગદ અને રાણી રત્નપ્રભાનો પુત્ર છે. આઠ વર્ષની વયે તે વિદ્યાભ્યાસ અર્થે ગુરુને ત્યાં જાય છે. ત્યાં ક્ષ ઉપર રહેતો એક સૂડો તેનો મિત્ર બને છે. સૂડા સાથે ગોષ્ઠિ કરતાં એ પોતાના અભ્યાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org