SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પણ બેદરકાર રહે છે. ગુરુ રાજા પાસે જઈ આ અંગે ફરિયાદ કરે છે. રાજા રત્નસારને શિક્ષા કરવાની ગુરુને અનુમતિ આપે છે. રત્નસાર તમામ શિક્ષા સહન કરે છે. તે સૂડાને પોતાની વ્યથાની જાણ કરે છે. સૂડો રત્નસારને સરસ્વતીદેવીનો મંત્ર આપે છે. એના પ્રભાવથી રાજકુમાર અનેક વિદ્યાઓમાં નિપુણ બને છે. ગુરુ અને માતાપિતા આથી પ્રસન્ન થાય છે. રાજસભામાં એક દિવસ રાજકુમારની વિદ્યાનૈપુણ્યની કસોટી કરાતી હતી, ત્યાં જ વનપાલક આવીને વનમાં ગજરાજે વેરેલા વિનાશનું વર્ણન કરે છે. રત્નસાર પિતાની આજ્ઞા મેળવી હાથીને અંકુશમાં લેવા પ્રયાસ આદરે છે. હાથી કુમારને પીઠ પર બેસાડી દૂર જંગલમાં લઈ જઈ નીચે ઉતારે છે ને રૂપપરિવર્તન કરી દેવપ્રધાન તરીકે પોતાનો પરિચય આપે છે. તે પોતે પાછો આવે ત્યાં સુધી રત્નસારને અહીં જ થોભવા જણાવે છે. કુમારને વનમાં ફરતાં અહીં ઊછરી રહેલી, ચંદ્રકલા રાણીની પુત્રીનો મેળાપ થાય છે. બંને પરણે છે. તે દરમ્યાન એનો મિત્ર સૂડો એને શોધતો આવી પહોંચે છે, અને રાજધાનીમાં પાછા ફરવા વીનવે છે. પાછા ફરતાં અનેક આક્તોનો સામનો પોતાના શૌર્યબળે કરી, અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે. આવી તેર કન્યાઓ સાથે તે નગરમાં પાછો ફરે છે. રાજા પુત્ર રત્નસારને રાજગાદી સોંપે છે. કેટલાંક વર્ષો વીત્યા પછી એક જેન આચાર્યનો મેળાપ થતાં તેઓ રત્નસારને રાણીઓ અને પોપટના પૂર્વભવની વાત કરે છે. પૂર્વભવનો આ વૃત્તાંત જાણ્યા પછી રત્નસાર રાજ્ય ત્યજી દીક્ષા લે છે. સાથે એની તેર રાણીઓ પણ દીક્ષા લે છે, અને લાંબો સમય તપ તપી કેવળપદને પ્રાપ્ત કરે છે. કૃતિનો આરંભ કવિએ સરસ્વતીદેવીને તેમજ ઋષભ, નેમિ, પાર્શ્વ આદિ તીર્થકરોને નમસ્કાર કરીને કર્યો છે. તે પછી ગુરુમહિમા ગાવામાં કવિએ અનેક દૃષ્ટાંતો પ્રયોજ્યાં છે. જેમકે – વૃતરસ ઘોલ પખિ જિમ ભોજન, મોર પખઈ જમે મોરી રે, વિણ પરિમલ જિમ ફૂલકરંડી, સીલ પખઈ જમ ગોરી રે. ચંદ્રકલા પાખિ જમ યણી, બલ જિસઈ વિણ વેદ રે, મારગ પુણ્ય તણુ જિમ ગુરુ વિણ કોઈ ન બુઝઈ ભેદ રે.' • સરસ્વતી માતાનો છંદ સરસ્વતીમાતાનો છંદ તરીકે ઓળખાયેલી ૧૪ કડીની આ રચના એ હકીકતે કવિની અદ્યાપિપર્યંત અપ્રગટ રચના “ગુણરત્નાકરછંદના પ્રથમ અધિકારની આરંભની ૧થી ૧૪ કડીઓ જ છે. પરંતુ આ સ્તુતિએકમ અલગ રીતે લિપિબદ્ધ થયું હોઈ, ૧૬ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy