________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૭ સ્તુતિરચના તરીકે જુદી કૃતિ તરીકે એ પ્રકાશિત થઈ છે.
‘ગુણરત્નાકરછંદ કૃતિ ઈ.સ.૧૫૧૬/સં.૧૫૭૨માં રચાઈ હોઈ, અલગ ઓળખવાળી આ કૃતિનું રચનાવર્ષ પણ એ જ ગણવું જોઈએ.
આ કૃતિની પ્રથમ બે કડીઓ સંસ્કૃત શ્લોક રૂપે છે. એમાં સરસ્વતીદેવીને કવિજનના સુકોમળ હૃદયમાં વિચારનારી, વિપ્નો ઉપદ્રવોને હરનારી અને સર્વનું સર્વથા કલ્યાણ કરનારી કહી છે. કવિ સરસ્વતીને અન્ય શક્તિઓના અવતારરૂપ ગણે છે.
કવિ સરસ્વતીના શ્વેત શણગારને સાલંકારિક વાણીમાં વર્ણવે છે :
ઉuઈ ઉuઈ મોતીનઉ હાર, જિસ્યઉ ઝબક્કઈ તાર, કિદ્ધઉ સેત સિંગાર, વિવહ પરે, હંસગામિનિ હસંતિ હેલિ, રચઈ મોહણવેલિ, કરઈ કમલગેલિ, સજલ સરે, તપતપઇ કુંડલ કાનિ, સોહઈ સોવનવાનિ, બઈઠી સુકલ ધ્યાનિ, પ્રસનમાં, સેવઉ સેવઉ સારદમાય, સંપત્તિ સયલ થાઈ, દારિદપાતિક જાઈ કવીય તણું.”
જેના વિના અહીં ધર્મ કે કર્મ કાંઈ થઈ શકતું નથી એવી શક્તિસ્વરૂપા સરસ્વતીને સેવવાનો કવિ અનુરોધ કરી દેવીનું મહિમાગાન કરે છે.
• સીમંધર સ્તવન
જૈન પરંપરા અનુસાર વીસ વિહરમાન જિનેશ્વરોમાંના એક અને પ્રથમ શ્રી સીમંધરસ્વામી ગણાયા છે. ૧૮ કડીની આ લઘુ કાવ્યકૃતિમાં એમની સ્તવના કરવામાં આવી છે. મોહનિદ્રા, અધર્મ આચરણ, છલના, સંસારની આસક્તિ વગેરે અનેક કર્મબંધોમાં ફસાયેલા આ જીવને ઉગારવા ધન ભાવે ભક્તની યાચનાનું અહીં આલેખન થયું છે.
• ઈલાતીપુત્ર સઝાય / રસ
- ૩૦ કડીની, ઇલાતીપુત્રના ચરિત્રને આલેખતી, સહજસુંદરની ઉપલબ્ધ સઘળી રચનાઓમાં સૌથી વહેલું રચ્યવર્ષ (ઈ.૧૫૧૪ / સં.૧૫૭૦ જેઠ વદ ૯) ધરાવતી આ કૃતિ છે.
સરસ્વતીની સ્તુતિથી કાવ્યનો આરંભ થાય છે. ઈલપુર નગરના ઇલાતી શ્રેષ્ઠીનો યુવાન બનેલો પુત્ર એક દિવસ નગર બહાર વાંસડે દોર બાંધી નૃત્ય કરતા નટોનો ખેલ જોવા ગયો. ત્યાં એ નટવૃંદની એક કન્યા પ્રત્યે તે અનુરક્ત થયો. માતાપિતાને અવગણી એ પેલી કન્યા સાથે દિવસો ગુજારવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org