SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાર બીજે દેશ જઈ, ઈલાતીપુત્ર ત્યાંના રાજા આગળ નૃત્ય કરતો હતો. રાજાનું મન પેલી કન્યામાં આસક્ત થતાં એ દાન આપવામાં વિલંબ કરવા લાગ્યો. રાજાએ મનમાં એવી ઇચ્છા કરી કે જો આ નટ (ઇલાતીપુત્ર) દોરડેથી પડી જાય તો મારું કામ સિદ્ધ થાય. રાજાના મનનો ભાવ કળી જતાં અને એક વિહાર કરતા સાધુ નજરે પડતાં એના હૃદયના ભાવો પલટાઈ ગયા. આ ભવને રોળી નાખવા માટે એને પશ્ચાત્તાપ થયો અને સંયમનો સ્વીકાર કર્યો. ઇલાતીપુત્રના નૃત્યનું વર્ણન નોંધપાત્ર છે. મોટા ભાગની પંક્તિઓનો આરંભનો શબ્દ અહીં બેવડાયો છે. • શાલિભદ્ર સઝાય અથવા ધન્ના શાલિભદ્ર સાય ૧૭ કડીની, શાલિભદ્રના સંક્ષિપ્ત ચરિત્રને રજૂ કરતી આ સઝાય છે. રાજગૃહીમાં જન્મેલા, રૂપમાં મદન સમા, બત્રીસલક્ષણા શાલિભદ્ર બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કરી સુખસમૃદ્ધિમાં આળોટે છે. શ્રેણિક રાજા જાતે એક દિવસ શાલિભદ્રનાં રૂપ-વૈભવ જોવા આવે છે. એક વાર વીર પ્રભુની દેશના સાંભળી શાલિભદ્રને સંસાર પ્રત્યે તિરસ્કાર પેદા થયો. રોજ એક એક પત્નીને ત્યજવા સંયમગ્રહણનો નિર્ણય કર્યો. માતા ટળવળવા લાગી, પત્નીઓ પોતાને ન ત્યજવા પાયે પડી વિનંતી કરવા લાગી પણ સંસારમુક્તિ ઝંખતા શાલિભદ્ર અડગ રહ્યા. શાલિભદ્રની બહેનને રડતી જોઈ એનો પતિ ધન્ના રુદનનું કારણ પૂછે છે. ધન્ના સાળા શાલિભદ્રના વૈરાગ્યની વાત સાંભળી કહે છે કે શાલિભદ્ર ગમાર છે. જો દીક્ષા લેવી જ હોય તો બધી પત્નીઓને એક સાથે જ ત્યજી તત્કાલ દીક્ષા લેવી જોઈએ. શાલિભદ્રની બહેન એના પતિને ટોણો મારતાં કહે છે, ‘કહેવું સોહ્યલું છે, કરવું દોહ્યલું છે.’ આ મર્મવચન સાંભળતાં ધન્ના તત્કાલ પોતાની આઠેય પત્નીઓને ત્યજી સંયમનો સંકલ્પ કરે છે, અને શાલિભદ્ર પાસે જઈ એને દીક્ષા માટે હાકલ કરે છે. અંતે સાળો-બનેવી શાલિભદ્ર અને ધન્ના બન્ને વીપ્રભુની પાસે જઈ દીક્ષા લે છે. કવિએ કેટલેક ઠેકાણે પ્રસંગનિરૂપણમાં ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે. જેમકે વીર તણી વાણી સુણીજી, વુઠો મેહ અકાલ, એક એકી દિન પરહરીજી, જિમ જળ છાંડે પાળ.' * માતા દેખી ટલવલેજી, માછલડી વિણ વાર.’ * વયણ સુણી તવ ઊઠીઓજી, જિસો પંચાયણ સિંહ.’ ૧૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy