SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૯ • કાયાપુર પાટણની સઝાય ૬ કડીની રૂપકકાવ્ય તરીકે આલેખાયેલી આ એક બોધપ્રધાન સઝાય છે. અહીં નશ્વર મનુષ્યદેહને કાયાપુર નગરનું રૂપક અપાયું છે. એને નવ પોળ-દરવાજા છે. એમાં હંસરાજા – આત્મા રાજ્ય કરે છે. મન એનો પ્રધાન છે. જીવ સર્વ કાંઈ પોતાનું છે એમ માને છે, પણ એ એવી વેલ છે જેને “કરહલા’ ચરી જાય છે ને દિનેદિને ઘટતી જાય છે. મુક્તિધામે પહોંચતાં કોઈ હાટડી માર્ગમાં મળશે નહીં, એટલે ભાથું જાતે જ લઈ લેવાનું છે. અંતમાં આત્માને મુક્તિરૂપી રમણી પરણાવવાની વાત કવિ પ્રબોધે છે. ૦ નિંદવાક સઝાય ૬ કડીની, પારકી નિંદા ન કરવા વિશેની આ બોધાત્મક સઝાયકૃતિ છે. ‘મ મ કર જીવડા રે નંદ્યા પારકી, મ મ કરજે વિખવાદ એમ કહી કવિ પાપી જીવડાને સંબોધન કરે છે. અહીં આત્મનિરીક્ષણનો ભાવ રજૂ થયો છે. રાગદ્વેષ અને વિષયકષાયે ભરેલા જીવ પ્રત્યે રસ તો ઘણી ઊપજે છે. પણ ‘કિમ પામું ભવ પાર ?' એ પ્રશ્ન છે. પછી પોતે જ માર્ગ ચીંધતાં કહે છે કે જિનવરની આજ્ઞાનું પાલન કરીએ અને અન્યગુણગ્રહણની નીતિ રાખીએ : જેહ માંહિ જેતલા રે, ગુણ લ્યો તેટલા જિમ રાઈણની કોલિ • નંદ્યાની સ્વાધ્યાય ૫ કડીની, પારકી નિંદા ન કરવાનો બોધ આપતી કવિની આ બીજી સઝાય છે. કવિ કહે છે ઓછાવત્તા અવગુણ તો સહુમાં ભય છે, માટે પરનિંદાની ટેવ ત્યજવી. નિંદાથી વેર અને વિરોધ વધે. કવિ આ માટે એક સુંદર દષ્ઠત આપે છે : પાંહે જો મલ માંહે ધોયાં લૂગડાં રે, તો કીમ ઉજતાં હોય છે. અર્થાત્ નિંદાના મેલથી ખરડાયેલું મન શી રીતે સ્વચ્છ થાય ? પછી કવિ કહે છે : નિંદ્યા જો કરો તો કરયો આપણી રે, જીમ છૂટી પાતિક શોક છે.” • યૂલિભદ્ર સ્વાધ્યાય ૯ કડીની, સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાના વેદનાસભર હૃદયોદ્ગાર રૂપે આલેખાયેલી આ રચના છે. ચંદ્રને સ્થૂલિભદ્ર પાસે પહોંચી સંદેશો આપવા અને પ્રિયતમના સમાચાર લઈ વેળાસર પાછા આવવા માટેની વિનંતી રૂપે કોશાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy