________________
જ્યારે સઘળી વાત સ્પષ્ટ સાંભળી ત્યારે વેશ્યા (કોશા) રુદન કરતી ધરણી પર પડી. પાઠાંતર : ૧. ગ પહિરિð ટ પહિલો (પહિયંઉ'ને બદલે); છ આખઇ નયિંર. ૨. ૫, ૬ નેં (વ'ને બદલે); ઘ, 7, ન કોશ (“વેશ્યા”ને બદલે).
દૂહા
આગઈ પશિ દુખ છઇ ઘાઉ, વલી સુણ્યઉ વયરાગ, કોશા હઈડઈ આવટઇ, જિમ કાંચલીઉ નાગ ૫૪ ગદ્યાનુવાદ : પહેલેથી જ દુઃખ ઘણું છે. તેમાં વળી વૈરાગ્ય વિશે સાંભળ્યું. કાંચળીવાળા નાગની જેમ કોશા હૃદયમાં દુ:ખી થાય છે.
વિવરણ : બીજી પંક્તિમાંની ઉપમાનું તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. કહેવાય છે કે સાપ કાંચળી ઉતારવાની થાય ત્યારે પીડાતો – દુ:ખ પામતો હોય છે.
પાઠાંતર : ૨. છ આવટ.
મયણરૂપ ટાલી કરી, દીધઉં વેશ ગમાર,
ઘધા ઊપર ફોડલઉં, તð કીધઉ કિરતાર. ૫૫
ગદ્યાનુવાદ : કામદેવ સરખું રૂપ ટાળીને ગમાર વેશ પહેરાવ્યો. હે કિરતાર, આ તો દાઝ્યા ઉપર ફોડલો તેં કર્યો.
પાઠાંતર : ૧. ગ, ૪ લીધુ વેશ. ૨. ૬ દાધો; વ તિઇં; દીધઉ કિરતાર. મનપંખી માલુ કરી, રહિતુ ઘણઉં સદૈવ,
તે માલઉ તુઝ ભાજતાં, દયા ન આવી દૈવ. ૫૬
ગદ્યાનુવાદ : મનપંખી માળો કરીને સદાયે ઘણું રહેતું હતું. હે દેવ, તે માળો ભાંગતાં તને દયા ન આવી ?
વિતરણ : કોશાના મનની અભિલાષાઓની શીવિશીર્ણતા, મનપંખીનો માળો દેવે ભાંગી નાખ્યાના કલ્પનચિત્ર દ્વારા કવિએ કાવ્યાત્મક રીતે મૂર્ત કરી છે. પાદ્વંતર : જ્ઞ, ૪ કડી નથી. ૨. ગ ભાંજવા; વ દેવ (દૈવ'ને બદલે).
વાહાલા તð વિરૂä કર્યઉં, છાંય્સઉ સાજણવાસ,
મેહલી માયા માયની, કોશા કરી નિાશ. ૫૭
ગદ્યાનુવાદ : હે વહાલા, આ તેં ખરાબ કર્યું. સાજણનો – પ્રિયજનનો વાસ તેં છોડી દીધો. નારીની માયા છોડીને તેં કોશાને નિરાશ કરી.
વિવરણ : કોશાનો પ્રિયતમ સ્થૂલિભદ્રને ઉપાલંભ. (કડી પથી ૬૨) પાઠાંતર : ૧. ગ વાહલું. ૪ વાલ્વનેં વિરૂઉં..; રદ્દ કીઉંઘ કરી (‘કર્યઉ'ને બદલે); રવ સાજણસાથ ટ સગુણાવાસ. ૨. ૪, ૮ માનિની (ભાયની'ને બદલે).
૨૮૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org