________________
ત્રીજો અધિકાર / ૨૮૫ ગદ્યાનુવાદઃ ત્યારે ચક્રેશ્વરીદેવી (સ્થૂલિભદ્રને) (સાધુ) વેશ આપે છે. મોટા ગુણવંત પુરુષ વિશેષ રીતે તે પહેરે છે. હે રાજા, મેં જે વિચાર્યું છે (આલોચના કરી છે, તે સાંભળ. મારા મસ્તક ઉપરની આલોચના (વાળ ચૂંટી કાઢવા તે, કેશલોચ) જો. વિવરણ : જૈન ધર્મમાં જે દેવદેવીઓના ઉલ્લેખો આવે છે તેમાંની એક મહત્ત્વની દેવી ચક્રેશ્વરી.
બીજી પંક્તિમાં “આલોચહ – આલોચમાં યમકપ્રયોગ છે.
જૈન સાધુ પોતાના હાથે જ મસ્તક પરના કેશ ચૂંટી કાઢે તેને કેશલોચ” પણ કહે છે. પાઠાંતર : ૧. ઇ, છ, ૪ આપ્યો/આપિલ (‘આપને બદલે). ૨.૪ માહરઇ આલોચહ; ૨, ૫ કરિઉ પેખિ મસ્તક આલોચહ.
રાજાદિક જણજણ તસુ ઝટકઈ, મંત્રિપણઉં એ પાલી ન સકઈ,
નાહાનડી નઈ છોકરબુદ્ધઈ કરિ આવી નાંખઈ સવિ રિઈં. ૫૧ ગદ્યાનુવાદ : રાજા આદિ દરેક જણ તેમની ઝાટકણી કાઢે છે, “મંત્રીપણું એ પાળી શકતો નથી. એ નાનડિયો છોકરબુદ્ધિથી હાથમાં આવેલી સઘળી રિદ્ધિ વૈભવ)ને નાખી દે છે. પાઠાંતર : ૧. ૪ રાજાદિક સહુ જણજણ ઝલક્કેગ જાણ (“જણજણ’ને બદલે;
સહુ (તસુને બદલે); $ ઝબકઈ (“ઝટકઈ’ને બદલે); રવ મંત્રપણું. ૨. ૪ “ન” નથી; ૨૩, ગ, છોકરબુદ્ધી; , , , ૪ ઘરિ આવી. પાઠચર્ચા : પહેલી પંક્તિમાં ૪ પ્રતના ‘ઝબકઈ પાઠને સ્થાને મોટા ભાગની પ્રતો ‘ઝટકઈ પાઠ આપે છે. કડીના વિષયસંદર્ભમાં ‘ઝટકઈ' પાઠ જ બંધબેસતો થાય છે. રાજા આદિ સૌના ઉદ્દગારો જ એનો પુરાવો છે. એથી એ પાઠ સ્વીકાર્યો છે.
જે નર વાધ્યઉ વેશ્યાવાડઈ કિમ તે મયગલનાં દલ પાડી,
ભાર ન ભૂપ તણા નરવાહઈ લોકબોક બાંધ્યા કિમ જાઈ. પર ગદ્યાનુવાદ : જે પુરુષ વારેવારે વેશ્યાવાડે ગયો હોય તે હાથીનાં દળ કેવી રીતે પાડે ? રાજાનો કાર્યભાર તે નિભાવી શકે નહીં. લોકબોક એનાથી કેમ બાંધી શકાય ?” વિવરણ : લોકબોક' એ રૂઢ દ્વિરક્ત પ્રયોગ હોવાનો સંભવ છે. પાઠાંતર : ૧ ગ, ઘ, ટ, ૪ મદ પાડઈ સુમન પાડઈ; ર પડઈ. ૨. ન ભૂમિ તણા; રવ તણી ઘ તણું 7 સાહ્મા (“બાંધ્યાને બદલે); ૨૩, ગ, ૪, ૪ નવિ જાઈ.
છયેલપણાઉં છાંડી નઈ ધાધલ પહિયલ નયરિ થયઉ કોલાહલ,
સઘળી વાત સુણી જવ નિરતી વેશ્યા પડી ભૂમંડલિ રડતી. પ૩ ગદ્યાનુવાદ: રંગીલાપણું ત્યજીને (સ્થૂલિભદ્ર) ધાબળો પહેર્યો. નગરમાં કોલાહલ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org