SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૧ કડી છે. બીજા અધિકારમાં ૪ પ્રતની ૨૨મી કડી અહીં ૨૩મી છે, અને ૨૩મી કડી ૨૨મી છે. ૨૪મી કડીને સરતચૂકથી ૨૫નો ક્રમાંક અપાયો છે. તેથી એક વધુ ક્રમફેરે વ પ્રતની ૮મી કડી અહીં ૮૧મી થાય છે. ૪ પ્રતની ૮૧મી કડીને અહીં બબ્બે પંક્તિની ૮૨મી અને ૮૩મી કડી તરીકે બતાવાઈ છે. એ રીતે અહીંથી બે વધુ કડીનો ક્રમફેર રહેતાં 5 પ્રતની ૧૦પમી કડીનો ક્રમાંક ૧૦૭ થાય છે. પણ પ્રતની ૧૦૬મી કડી પણ ૧૦૭ ક્રમાંકથી દર્શાવાઈ છે. એ રીતે એકના ક્રમફેરે વ પ્રતની ૧૬૦મી કડી અહીં ૧૬૧મી છે. ત્રીજા અધિકારમાં, ૨ પ્રતની પમી, ૧૨મી અને પમી કડી અહીં નથી. $ પ્રતની ૩૮મી કડીની ચાર પંક્તિઓ અહીં બબ્બે પંક્તિવાળી બે કડીઓમાં વિભક્ત થઈ છે. ૩ પ્રતની ૯૬ અને ૯૭મી કડીની કુલ ચાર પંક્તિમાંથી બે પંક્તિઓ નીકળી જઈ બે પંક્તિની એક જ કડી બની છે, જે અહીં ૯૫ના ક્રમાંકની છે. ત્રીજા અધિકારમાં ખૂબ જ ક્રમાંકદોષો થયા હોઈ બધા અહીં નોંધ્યા નથી. ચોથા અધિકારમાં $ પ્રતની પ૧, પર, ૫૩, ૫૪ ક્રમાંકની ચાર કડીઓ અહીં ૪ પ્રતમાં નથી. એટલે વરુ પ્રતની પપમી કડી અહીં ૫૧મા ક્રમાંકની બને છે. ચારના ક્રમફેરે ૪ પ્રતની છેલ્લી ૮૭મી કડી અહીં ૮૩ના ક્રમાંકવાળી થાય છે. જી પાઠસંપાદનપદ્ધતિ (૧) પ્રથમ ૧૦ કડી સુધી જોડણીભેદ સહિતનાં તમામ પાઠાંતરો નોંધ્યાં છે. (૨) પ્રથમ ૧૦ કડી પછી થોડાક જોડણીભેદવાળાં કે ભ્રષ્ટ પાઠાંતરો નોંધ્યાં નથી. (૩) ગાન-વાદનનાં રવાનુસારી વર્ણનોમાં થોડાક ઉચ્ચારભેદવાળાં બહુસંખ્યા પાઠાંતરોમાંથી મહત્ત્વનાં જ ધ્યાન ખેંચનારાં પાઠાંતરો નોંધ્યાં છે. () રવાનુસારી શબ્દોમાં રમઝિમ', ‘રમિઝિમિ', રમઝમ', “રમિઝમિ’ -- એમ ઘણા ઉચ્ચારભેદે આ શબ્દ મળતો હોઈ એનું રિમઝિમ' એવું એક પ્રમાણિત – Standard – રૂપ કરી લીધું છે. (ઉ.ત. ૧.૯.૧). જ્યાં શબ્દ, અર્થ, નામિક-આખ્યાતિક રૂપ, મહત્ત્વના પદકમ, ચરણક્રમ કે પંક્તિક્રમ બદલાઈ જતાં હોય એવાં પાઠાંતરો નોંધ્યાં છે. (૬) જ્યાં શબ્દોનો સામાન્ય ક્રમભેદ થયો હોય પણ છંદોલય યથાવત્ જળવાયો હોય તો તેવાં પાઠાંતરો, સામાન્ય રીતે, નોંધ્યાં નથી. ઉદાહરણ તરીકે ૪ પ્રતના ૩.૬.૧માં ચરણ આ પ્રમાણે છે : “ઊગ્યઉ તે નવિ જાણઈ સૂરહ.” રા, , ઘ વગેરે પ્રતો એ ચરણનો પાઠ આ રીતે આપે છે : “ઊગ્યઉ નવિ જાણઈ તે સૂરહ.” ૧૭૦ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy